કેન્દ્ર સરકારે ‘ભારત દાળ’ બ્રાન્ડ નામથી સબસીડીના ભાવે ચણા દાળનું વેચાણ શરૂ કર્યું.
દિલ્હી-હકોની બાબતો અને સાર્વજનિક વિતરણ મંત્રી પીયૂષ ગોયલે ‘ભારત દાળ’ બ્રાન્ડ નામથી સબસીડીના ભાવે ચણા દાળનું વેચાણ શરૂ કર્યું છે. ચણા દાળા એક કિલોગ્રામના પેકટની કિંમત 60 રૂપિયા અને 30 કિલોગ્રામના પેકટની કિંમત પ્રતિ કિલોગ્રામ 55 રૂપિયા રાખવામાં આવી છે.
ટામેટાંના ભાવ સાતમા આસમાને છે, પરંતુ હવે દાળની મોંઘવારીથી સામાન્ય માણસ પરેશાન થવા લાગ્યો છે. આવી સ્થિતિમાં સરકારે વધુ એક મોટું પગલું ભરવાનો નિર્ણય લીધો છે. હાલમાં સરકારે સસ્તા ભાવે ટામેટાં વેચ્યા છે, હવે કઠોળ વેચવાની તૈયારીઓ કરવામાં આવી છે.
અરહર, મગ અને અડદની દાળના ભાવને અંકુશમાં રાખવા માટે સરકારે હવે ચણાની દાળ વેચવાની શરુઆત કરી છે. ગ્રાહકોને ભારત દળ બ્રાન્ડ હેઠળ 60 રૂપિયા પ્રતિ કિલો (ચણા દાળનો દર)ના દરે ચણાની દાળ મળશે.
સમગ્ર દેશમાં નાફેડના 703 સ્ટોર પર તેનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. તે NCCF, કેન્દ્રીય ભંડાર અને મધર ડેરીના સફલ રિટેલ સ્ટોર્સ પર પણ ઉપલબ્ધ હશે. હવે બજારમાં ચણાની દાળનો ભાવ 70 થી 80 રૂપિયાની વચ્ચે છે.
ગ્રાહકોને સસ્તા ભાવે દાળ મળી રહે તે માટે ‘ભારત દાળ’ અભિયાન કેન્દ્ર સરકારનું એક મોટું પગલું છે.એનસીઆરમાં રાષ્ટ્રીય કૃષિ સરકારી માર્કેટિંગ ફેડરેશન નાફેડ દ્વારા છૂટક વેચાણ કેન્દ્રો પર વેચાણ શરૂ કરવામાં આવ્યું છે.
ઉપભોક્તા બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પીયૂષ ગોયલે આ મામલે 17 જુલાઈએ જાણકારી આપી હતી ,ત્યારે હવે કેન્દ્રએ ‘ભારત દાળ’ નામ હેઠળ સબસિડીવાળી ચણાની દાળનું વેચાણ 30 કિલોના પેક માટે રૂ. 60 પ્રતિ કિલો અને રૂ. 55 પ્રતિ કિલોના ભાવે શરૂ કર્યું હતું.
સરકારના ચણાના સ્ટોકને ચણાની દાળમાં રૂપાંતરિત કરીને ગ્રાહકોને પોષણક્ષમ ભાવે કઠોળ ઉપલબ્ધ કરાવવાની દિશામાં કેન્દ્ર સરકારે લીધેલું આ એક મોટું પગલું છે. ચણાની દાળ નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશનના રિટેલ સ્ટોર્સ દ્વારા વેચવામાં આવે છે