શ્રીલંકના રાષ્ટ્રપતિ વિક્રમસિંઘે બે દિવસની ભારતની મુલાકાતે દિલ્હી પહોંચ્યા, વિદેશમંત્રી એસ જયશંકર સાથે કરી મુલાકાત
દિલ્હીઃ- વિદેશના નેતાઓ અને મંત્રીઓનો સતત ભારતની મનુલાકાતનો દોર યછથાવત છએ ત્યારે હવે પાજોશી દેશ શ્રીલંકકાના રાષ્ચટ્રપતિ પણ વિતેલા દિવસે ભારતની બે દિવસીય મુલાકાતે આવી પહોંચ્યા છે. વિક્રમસિંઘે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર ભારતની સત્તાવાર મુલાકાતે છે.
શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે ગુરુવારે ભારતની બે દિવસીય સત્તાવાર મુલાકાતે દિલ્હી પહોંચી ચૂક્યા છે. તેમના આગમનને લઈનેવિદેશ રાજ્ય મંત્રી વી મુરલીધરન દ્વારા એરપોર્ટ પર ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. શ્રીલંકાના રાષ્ટ્રપતિના સ્વાગત માટે એરપોર્ટ કલાકારોએ ગરબા રજુ કર્યા હતા.
શ્રીલંકાના રાષ્ટ્રપતિની મુલાકાતે વિશે વિદેશ મંત્રાલયના પ્રવક્તા, અરિંદમ બાગચીએ તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર ટ્વિટ કરીને માહીતી આપતા જણાવ્યું હતું કે વિક્રમસિંઘેની મુલાકાત ભારત અને શ્રીલંકા વચ્ચે બહુપક્ષીય ભાગીદારીને વધુ વેગ આપશે.ઉલ્લેખનીય છે તે રાષ્ટ્રપતિનું પદ સંભાળ્યા બાદ વિક્રમસિંઘેની આ ભારતદેશની પહેલી મુલાકાત છે.
જાણકારી અનુસાર તેઓ ભારતની મુલાકાતે આવ્યા બાદ વિદેશમંત્રી એસ જયશંકરને મળ્યા હતા.મંત્રી જયશંકરે ટ્વિટર પર વિક્રમસિંઘે સાથેની તેમની મુલાકાતના ફોટો શેર કરતા લખ્યું કે શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેને મળવાનું સન્માન છે. એવો વિશ્વાસ છે કે શુક્રવારે પીએમ નરેન્દ્ર મોદી સાથેની તેમની મુલાકાત બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરશે.