રાજઘાની દિલ્હીમાં આંખના ચેપીરોગનું વધ્યું જોખમ , નિષ્ણાંતોએ આપી ચેતવણી
દિલ્હીઃ- દેશના કેટલાકર રાજ્યોમાં આઈફ્લૂનું સંક્રમણ વધતુ જોવા ણળી રહ્યું છે જો ખાસ કરીને રાજધાની દિલ્હીની વાત કરીએ તો અહીં કેટલાક દિવસોથી આંખનો આ ચેપી રોગ વધતો જઈ રહ્યો છે અનેક લોકોને આંખની આ સમસ્યાથી પસાર થવું પડી રહ્યું છે ત્યારે હવે આ આઈફ્લુૂને લઈને નિષ્ણાંતોએ પણ ચેતવણી આપી છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે દિલ્હીમાં આંખના ચેપના કેસ ઝડપથી વધી રહ્યા છે અને ડોક્ટરોએ લોકોને સાવચેતી રાખવાની સલાહ આપી છે. ઘણા ડોકટરોએ ચેતવણી આપી છે કે આ રોગ ‘અત્યંત ચેપી’ છે અને ચેપના ફેલાવાને રોકવા માટે જરૂરી સ્વચ્છતા જાળવવાની જરૂર છે.
કેટલાક ડોક્તેટરોના કહેવા પ્રમાણે આ એક આંખનો એક અલગ ચેપ છે અથવા તેની સાથે ઉધરસ અથવા શરદી જેવા ઉપલા શ્વસન માર્ગના ચેપ સાથે થઈ રહ્યો છે. કારણ કે વાયરસ એક જ છે, જે આંખો અને ગળા બંનેને ચેપ લગાવી રહ્યો છે. આ ઋતુ પરિવર્તન છે અને તેની સાથે વાયરલ ઈન્ફેક્શન, બેક્ટેરિયલ ઈન્ફેક્શન અને એલર્જીના કેસ પણ વધી રહ્યા છે.
આ સહીત અહીની સરકારી અને ખાનગી હોસ્પિટલોના તબીબોએ જણાવ્યું હતું કે શહેરમાં યુવાનો મોટા પાયે આંખના ઈન્ફેક્શનથી પીડાઈ રહ્યા છે. ડોકટરોનું કહેવું છે કે તે આંખોની રોશની માટે ખતરનાક નથી, પરંતુ તેનાથી બચવા અને સાજા થવા માટે સાવચેત પરહેવાની અને કાળજી રાખવાની જરૂર છે. ઑપ્થેલ્મોલોજી વિભાગ ફોર્ટિસ હોસ્પિટલના વરિષ્ઠ સલાહકાર ચિકિત્સકે જણાવ્યું હતું કે તાજેતરના સમયમાં દિલ્હીમાં આંખના ચેપના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે.