દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના કાર્યકાળને આજે પુરુ થયું 1 વર્ષ, આ અવસરે પોતાના વતનની મુલાકાતે જશે રાષ્ટ્રપતિ
દિલ્હીઃ- આજરોજ 25 જુલાઈને વર્ષ 2022 દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો કાર્યકાળ શરુ થયો હતો એટલે કે આજે રાષ્ટ્રપતિને પોતાના પદપર કાર્ય.રત થવાને એક વર્ષ પૂર્ણ થયું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મંગળવારે એક વર્ષ પૂર્ણ કર્યું છે. આ અવસર પર રાષ્ટ્રપતિ ઓડિશાની ત્રણ દિવસની મુલાકાતે જઈ રહ્યા છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે ત્રણ દિવસની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ મુર્મુ વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે.આ બાબતને લઈને રાષ્ટ્રપતિ ભવનના પ્રવક્તાએ જણાવ્યું કે મુર્મુ 25 થી 27 જુલાઈ સુધી ઓડિશાના પ્રવાસે રહેશે.
રાષ્ટ્રપતિ મુર્મુ ‘અનબ્રેકેબલ’ પરિવાર દ્વારા પ્રાયોજિત તબીબી વિદ્યાર્થીઓના જૂથ સાથે વાતચીત કરશે અને મંગળવારે સાંજે ભુવનેશ્વરમાં રાજભવન ઓડિશાના નવા બિલ્ડિંગ બ્લોકનો શિલાન્યાસ કરશે. આ સિવાય મુર્મુ 26 જુલાઈના રોજ કટકમાં ઓડિશા હાઈકોર્ટના 75મા વર્ષની ઉજવણીના સમાપન સત્રમાં હાજરી આપશે.