1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગાંધીનગરની RTOમાં ડ્રાઈવિંગ લાયસન્સ કૌભાંડ, ટેસ્ટ લીધા વિના ઈસ્યુ કરાતા હતા, 3ની ધરપકડ
ગાંધીનગરની RTOમાં ડ્રાઈવિંગ લાયસન્સ કૌભાંડ, ટેસ્ટ લીધા વિના ઈસ્યુ કરાતા હતા, 3ની ધરપકડ

ગાંધીનગરની RTOમાં ડ્રાઈવિંગ લાયસન્સ કૌભાંડ, ટેસ્ટ લીધા વિના ઈસ્યુ કરાતા હતા, 3ની ધરપકડ

0
Social Share

ગાંધીનગરઃ શહેરની આરટીઓ કચેરીમાં ડ્રાઈવિંગના ટેસ્ટ માટે અટપટ્ટો કોરીડોર બનાવવામાં આવ્યો છે. જેમાં સેન્સર પણ મુકવામાં આવ્યા છે. એટલે પાક્કુ ડ્રાઈવિંગ આવડતું હોય તે લોકો જ પ્રેક્ટિકલ પરીક્ષામાં ઉતિર્ણ થઈ શકે છે. એટલું જ નહીં ડ્રાઈવિંગ ટેસ્ટ કોરિડોરમાં સીસીટીવી કેમેરા પણ મુકવામાં આવ્યા છે. એટલે ગેરરીતિનો કોઈ અવકાશ ન રહે છતાં પણ  ડ્રાઈવિંગ ટેસ્ટ આપ્યા વિના જ લાયસન્સ આપવાનું કૌભાંડ પકડાયું છે.  ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે અરજદારો દ્વારા કરવામાં આવતી અરજીઓમાં અરજદારોની ટેસ્ટ લીધા વિના ડ્રાઇવિંગ લાઇસન્સ ઇશ્યુ કરવામાં આવતુ હતુ. આ ઉપરાંત ટેસ્ટમાં નાપાસ થયેલા અરજદારોને ટેકનિકલ છેડછાડ કરી પાસ કરવામાં આવતા હતા. ફરિયાદના આધારે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધયા બાદ RTO અધિકારી, કર્મચારી અને એજન્ટની ધરપકડ કરવામાં આવી છે.

આ લાયસન્સ કૌભાંડની વિગતો એવી જાણવા મળી છે. કે,  ગાંધીનગર શહેરમાં ડ્રાઇવિંગ ટેસ્ટ આપ્યા વગર ડ્રાઇવિંગ લાઇસન્સ ઇશ્યુ થતા હોય તેમજ ટેકનિકલ છેડછાડ કરીને લાઇસન્સ ઇશ્યુ કરાયા હોવાનું તપાસમાં ખુલતા RTO અધિકારી તેમજ એજન્ટોની સંડોવણી સામે આવી હતી. આ ગુનાની તપાસમાં સમીર રતનધારીયા, જયદિપસિંહ ઝાલા તથા ભાવીન શાહની અટકાયત કરવામાં આવી હતી. આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને બે આરોપીઓના એક દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં શહેરમાં આર્મીના નામે લાઇસન્સ બનાવવાનું મોટું કૌભાંડ પકડાયુ હતું. આર્મી કેન્ટોનમેન્ટના સરનામાં આધારે બોગસ ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવા મામલે આરોપીઓની ધરપકડ કરાઈ હતી. આ કૌભાંડમાં ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ દ્વારા કાશ્મીરથી ઝડપાયેલા આરોપીનું પાકિસ્તાન કનેકશન હોવાની આશંકાએ તપાસ શરૂ કરી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code