1. Home
  2. ગુજરાતી
  3. ચંદ્રયાન-3 સફળતાપૂર્વક પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી બહાર નીકળ્યું, આગામી લક્ષ્ય હવે ચંદ્ર
ચંદ્રયાન-3 સફળતાપૂર્વક પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી બહાર નીકળ્યું, આગામી લક્ષ્ય હવે ચંદ્ર

ચંદ્રયાન-3 સફળતાપૂર્વક પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી બહાર નીકળ્યું, આગામી લક્ષ્ય હવે ચંદ્ર

0
Social Share

દિલ્હીઃ ભારત દેશ હવે અવકાશ ક્ષેત્રમાં ખૂબ જ પ્રગતિ કરતો દેશ છે અનેક ઉપલબ્ધિઓ ભારતે આ ક્ષેત્રમાં હાંસલ કરી છે ત્યારેજ 14 જુલાઈના રોજ ઈસરોએ ચંદ્રયાન 3 લોંચ કરીને સૌ કોઈને ગર્વ અનુભવ કરાવ્યો હતો. ઈસરો દ્રારા ચંદ્રયાન મિશન 3 ને લઈને અનેક અપડેટ સામે આવતી રહેતી હોય છે.

હવે ઈસરોએ આપેલી માહિતી મુજબ  ચંદ્રયાન 3 સફળતાપૂર્વક પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી બહાર નીકળી ગયો છે અને હવે તેનું આગલું સ્ટોપ ચંદ્ર છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન એ જણાવ્યું કે ચંદ્રયાન-3ને મંગળવારે ટ્રાન્સલુનર ઓર્બિટમાં મૂકવામાં આવ્યું હતું
આ સહીત નેશનલ સ્પેસ એજન્સીએ એમ પણ માહિતી આપી હતી કે ક ‘ચંદ્રયાન-3એ પૃથ્વીની આસપાસ તેની ભ્રમણકક્ષા પૂર્ણ કરી લીધી છે અને તે ચંદ્ર તરફ આગળ વધતું જોવા મળી  રહ્યું છે.’ ઈસરોએ જણાવ્યું કે ‘ISRO ટેલિમેટ્રી, ટ્રેકિંગ અને કમાન્ડ નેટવર્ક-ISTRAC સફળ પેરીજી-ફાયરિંગ કરવામાં આવ્યું છે. ઈસરોએ ચંદ્રયાન-3ને ટ્રાન્સલ્યુનર ઓર્બિટમાં મૂક્યું છે. ચંદ્રયાનનું આગામી સ્ટોપ હવે ચંદ્રમાં છે.
https://twitter.com/isro/status/1684215386814685184?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1686089881875775488%7Ctwgr%5Ed224fe4dbea522796340274b40225bfc37806cbf%7Ctwcon%5Es2_&ref_url=https%3A%2F%2Fwww.abplive.com%2Fnews%2Findia%2Fchandrayaan-3-completes-its-orbits-around-earth-heads-towards-moon-2464355
ઈસરો દ્રારા કહેવામાં આવ્યું છે કે જો બધું બરાબર રહ્યું તો 5 ઓગસ્ટ, 2023 સુધીમાં આ ચંદ્રયાન 3 ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ કરશે. ઈસરોએ મોડી રાતે કરેલા એક ટ્વિટમાં જણાવ્યું હતું કે તેમણે પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી તેને બહાર કાઢવા માટે નિયત સમયે એન્જિન ચાલુ કર્યું અને તેને પર્યાપ્ત પ્રવેગ આપીને તેને ચંદ્ર તરફ રવાના કર્યો. એન્જિનને એક ભ્રમણકક્ષામાંથી બીજી ભ્રમણકક્ષામાં મોકલવાની ગતિ આપવાની આ પ્રક્રિયાને વૈજ્ઞાનિક ભાષામાં ઈન્જેક્શન કહે છે
LVM-M4 રોકેટ દ્વારા ચંદ્ર પરના ભારતના ત્રીજા મિશન ચંદ્રયાન-3ના સફળ પ્રક્ષેપણે માનવોને અવકાશમાં લઈ જવાના દેશના પ્રથમ કાર્યક્રમને મોટો વેગ આપ્યો છે. આ રોકેટનો ઉપયોગ મહત્વકાંક્ષી ગગનયાન મિશન માટે કરવામાં આવશે. ISRO તેના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ગગનયાનના સફળ પ્રક્ષેપણ માટે જોરશોરથી કામ કરી રહ્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code