બિહારની રાજઘાની પટનામાં દિલ્હી માટે ટેકઓફ થયેલી ઈન્ડિગો ફ્લાઈટમાં ખામી સર્જાતા ઈમરજન્સી લેન્ડિંગ કરાયું
પટનાઃ- દેશભરમાં ફ્લાઈટમાં ખામી સર્જવાની ઘટના ઓ વઘતી જઈ રહી છે ત્યારે હવે બિહારના પટનામાંથી ઈન્ડિગોની ફ્લાઈટમાં ખામી સર્જવાની ઘટના બની હતી. પ્રાપ્ત જાણકારી પ્રમાણે આ સમયે બિહારની રાજધાની પટનાના એરપોર્ટ પર વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ટેક્નિકલ ખામીના કારણે શુક્રવારે પટના એરપોર્ટ પર ઈન્ડિગોના વિમાન નંબર 6e2433નું ઈમરજન્સી લેન્ડિંગ થયું હતું. જાણકારી પ્રમાણે આ ફ્લાઈટ પટનાથી દિલ્હી જઈ રહી હતી. આ દરમિયાન પ્લેન ટેક ઓફ કરતાની સાથે જ તેમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે પ્લેનને પટના એરપોર્ટ પર પાછું લેન્ડ કરવામાં આવ્યું હતું.
આ સહીત માહિતી આપવામાં આવી છે કે ઈન્ડિગોના એરક્રાફ્ટ નંબર 6e2433નું એન્જિન ટેક-ઓફ સમયે બંધ થઈ ગયું હતું, ત્યાર બાદ ઉતાવળમાં પટના એરપોર્ટ પર વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. જો કે વિમાનના અચાનક લેન્ડિંગને કારણે વિમાનમાં સવાર તમામ મુસાફરો થોડા સમય માટે ડરી ગયા હતા. પરંતુ, રાહતની વાત એ છે કે વિમાનને પટના એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવ્યું છે કોઈ પણ પેસેન્જરને નુકશાન કે જાનહાની થી નથી.
સાથે જ વિમાનના તમામ મુસાફરો સુરક્ષિત છે. વિમાને પટનાથી દિલ્હી માટે ઉડાન ભરી હતી અને એન્જિનની ખામીને કારણે વિમાનને લેન્ડ કરવામાં આવ્યું હતું. તમામ મુસાફરો પણ સુરક્ષિત છે અને વિમાનના એન્જિનને ઠીક કર્યા બાદ તેનું પ્રસ્થાન કરાવાશે.