અયોધ્યા રામલલાની પ્રતિમાનો પ્રાણપ્રતિષ્ઠાનો કાર્યક્રમ 7 દિવસ સુધી ચાલશે, જાણો અહીં વિગતવાર માહિતી
લખનૌઃ- દેશના ઉત્તરપ્રદેશના અયોધ્યામાં બની રહેલું રામ મંદિર લાખો ભક્તોની આસ્થાનું પ્રતિક છે, અનેક લોકો મંદિર બનવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છએ ત્યારે હવે આવનારા વર્ષના શરુઆતમાં આ મંદિર બનીને તૈયાર થવા જઈ રહ્યું છે રામ મંદિરનું કાર્ય ઝડપી વેગથી આગળ વધતુ જોવા મળી રહ્યું છે ત્યારે હવે રામલલાની પ્રતિમાં કેવી દેખાશે તે બાબત પણ સામે આવી
પ્રાપ્ત વિગત પ્રમાણે યોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કાર્ય ટૂંક સમયમાં પૂર્ણ થવાની સંભાવના છે. દરમિયાન રામ લાલાની પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમોની તૈયારીઓ પણ શરૂ થઈ ચૂકી છે. માહિતી પ્રમાણે 16 થી 24 જાન્યુઆરીની વચ્ચે રામ લાલાના અયોધ્યામાં પવિત્ર થવાનું નિશ્ચિત છે. તારીખ અંગેનો અંતિમ નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ લેશે આ માટે પીએમ મોદીને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે અને તેમની પાસે સમય માંગવામાં આવ્યો છે.
રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્રના સૂત્રોના જણાવ્યા અનુસાર, એ પણ નક્કી કરવામાં આવ્યું છે કે પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે અયોધ્યામાં લગભગ 5000 લોકો હાજર રહેશે, પરંતુ જાહેર સભાનો કોઈ કાર્યક્રમ યોજવામાં આવશે નહીં. જેથી કાર્યક્રમ સંપૂર્ણપણે આધ્યાત્મિક હોય.
આ સાથે જ જો ભગવાન રામની પ્રતિમા વિશે વાત કરીએ તો ગર્ભગૃહમાં ભગવાન રામની મૂર્તિની સ્થાપના સીબીઆરઆઈની દેખરેખ હેઠળ થઈ રહી છે. રામ લાલાની મૂર્તિ વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક મહત્વ અનુસાર તૈયાર કરવામાં આવી રહી છે.
આ સહીત ભગવાન રામની મૂર્તિની ઉંચાઈ પગના અંગૂઠાથી માથા સુધી 51 ઈંચ રાખવામાં આવી છે. જે માથા અને વાળના શણગાર પછી લગભગ 55 સે.મી. મૂર્તિના પાયાથી માથા સુધીની કુલ ઊંચાઈ 8 ફૂટ 7 ઈંચ હશે. CBRI જમીનથી ભગવાન રામના મસ્તકની ઊંચાઈ સુધીનું માળખું એવી રીતે બનાવી રહ્યું છે કે રામ નવમીના દિવસે સૂર્યના કિરણો સીધા ભગવાનના માથા પર પડે.ભગવાન રામ આ પ્રતિમામાં 5 વર્ષના બાળક સમાન દેખાશે
અયોધ્યામાં ભગવાન રામના અભિષેકનો સમગ્ર કાર્યક્રમ 7 દિવસનો થશષે તેમ કહેવાય રહ્યું છે,ખૂબ જ ઘૂમઘામ અને ઉત્સાહ સાથે આ ક્રયાક્રમનું આયોજન થવાનું છે જેને લઈને અત્યારથી જ તૈયારીઓ ચાલી રહી છે. આપેલા સમય પ્રમાણએ પીએમ નરેન્દ્ર મોદી વિધિવત પૂજા અર્ચના કર્યા બાદ રામ મંદિર દેશવાસીઓને સમર્પિત કરશે.