હિમાચલ પ્રદેશમાં વરસાદના કહેરને લઈને પીએમ મોદીએ સીએમ સુખ્ખુને આર્થિક મદદનું આશ્વાસન આપ્યું
શિમલાઃ- હાલ દેશભરમાં વરસાદનો કહેર વર્તાઈ રહ્યો છે ખાસ કરીને પહાડી રાજ્યોમાં લરસાદી આફત ફેલાઈ છે હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદના કરાણે ઘણુ નુકશાન થયું છે ત્યારે હવે પ્રધાનમંત્રી મોદીએ રાજ્યના સીએમ સુખવિન્દ્રર સિંહ સુખ્ખુને મદદનું આશ્વાસન આપ્યું છે.
પીએમ મોદીએ કહ્યું કે કેન્દ્રીય ટીમના રિપોર્ટના આધારે હિમાચલ પ્રદેશને આર્થિક મદદ આપવામાં આવશે. કેન્દ્ર સરકારે વરસાદ, પૂર અને વાદળ ફાટવાથી થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે તાજેતરમાં હિમાચલ પ્રદેશમાં એક ટીમ મોકલી હતી.
તહવે પીએમ મોદીએ રાજ્યને શક્ય તમામ મદદની ખાતરી આપી હતી. શુક્રવારે મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.