1. Home
  2. ગુજરાતી
  3. મણિપુરમાં શાંતિ સ્થાપિત થાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા અસરકારક પગલા લેવાયાં : અમિત શાહ
મણિપુરમાં શાંતિ સ્થાપિત થાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા અસરકારક પગલા લેવાયાં : અમિત શાહ

મણિપુરમાં શાંતિ સ્થાપિત થાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા અસરકારક પગલા લેવાયાં : અમિત શાહ

0
Social Share

નવી દિલ્હીઃ અમિત શાહે જણાવ્યું હતું કે, મણિપુરમાં જે હિંસક ઘટનાઓ બની તે કેમ બની તેમજ સરકાર દ્વારા શુ કામગીરી કરવામાં આવી છે તું આપને જણાવીશ. હિંસાની ઘટનાઓને લઈને કોઈ સમર્થન નથી કરતું, પરંતુ તેની ઉપર રાજનીતિ  કરવી તેના કરતા પણ શરમજનક છે. દેશની જનતામાં ભ્રમ ફેલાવાયું છે કે સરકાર ચર્ચા કરવા તૈયાર નથી. મે અધ્યક્ષને પત્ર લખીને ચર્ચા કરવાની તૈયારીઓ દર્શાવી હતી. પ્રથમ દિવસથી ચર્ચા કરવા તૈયાર છું, પરંતુ તેઓને ચર્ચાને બદલે વિરોધ કરવા માંગે છે. તેઓ ગૃહમંત્રીને પોતાનો પક્ષ સંસદમાં કેમ ના મુકવા દે. ભારે સંવેદના સાથે મણિપુર હિંસા અંગે કહી રહ્યો છું. મણિપુરમાં ભાજપના શાસનમાં શાંતિ હતી. 2021માં મ્યાનમારમાં સત્તા પરિવર્તન થયું અને આર્મીનું શાસન આવ્યું હતું. કુકી ડેમોક્રેટી ફન્ડે આંદોલન શરૂ કર્યું હતું. મ્યાનમારની બોર્ડરથી મિઝોરમ અને મણિપુર આવવાનું શરૂ કર્યું હતું. હજારોની સંખ્યામાં કુકી આદિવાસીઓ આવવા લાગ્યા હતા. 2022માં અમે નિર્ણય લઈને બોર્ડર ઉપર ફેન્સીંગ શરૂ કર્યું હતું. 600 કિમીની સરહદ ઉપર ફેન્સીંગ કરવામાં આવશે. જાન્યુઆરીમાં શરણાર્થીઓનો થમ્સ અને આઈ ઈમ્પ્રેશન સહિતની કામગીરી કરાઈ હતી. આધારમાં નેગેટિવ લિસ્ટમાં નાખવા માટે કરાઈ હતી. દરમિયાન એપ્રિલમાં અફવા ફેલાઈ કે, શરણાર્થીઓની વસાહતને લઈને ગામ જાહેર કરવામાં આવ્યું છે. જેથી લોકોમાં અંતર વધવા લાગ્યું હતું. બીજી તરફ હાઈકોર્ટમાં એક પીટીશનને લઈ નિર્ણય લેવામાં આવ્યો હતો. જે બાદ તોફાનો શરૂ થયા હતા અને હાલ પણ પરિસ્થિતિ કાબુમાં લઈ શકાઈ નથી.

તેમણે વધુમાં કહ્યું કે, 1993માં પીવી નરસિંહરાવજી વડાપ્રધાન હતા, તે સમયે નાગા-કુકી સઘર્ષ થયું હતું. દોઢ વર્ષ સુધી હિંસા ચાલુ રહી હતી અને 700 વ્યક્તિઓના મોત થયાં હતા. તે સમયે કોઈ મોટા નેતા ગયા ન હતા. ગૃહમંત્રીને બદલે એમઓએસ જવાબ આપવા ઉભા થયાં હતા. પરંતુ આ લોકો પીએમ જવાબ આપે તેવી માંગણી કરી રહ્યાં છે. પહેલા આવી ઘટનાઓ અગાઉ બની ત્યારે કોઈ ચર્ચા કરાઈ ન હતી. 2004માં મનમોહન સરકારમાં 1700 એકાઉન્ટર થયાં હતા, તેમ છતા આ મુદ્દો કોઈ ચર્ચા થઈ ન હતી. પરિસ્થિતિજન્ય વંશીય ઘટનાને રાજકીય મુદ્દો ન બનાવવો જોઈએ. ડીજીપી, ચીફ સેક્રેટરીની તાત્કાલિક બદલી કરવામાં આવી હતી અને અહીંથી 36 હજાર જવાનોને પરિસ્થિતિ ઉપર કાબુ મેળવવા માટે મોકલવામાં આવ્યાં છે. યુપીએના શાસનમાં ત્યાં બ્લોકેજ લાગતા હતા, અમે 28 દિવસમાં કામ પુરુ કરીને રેલવેને પહોંચાડી છે. તેમજ જરુરી વસ્તુઓ પુરી પાડવાના પ્રયાસ કર્યાં છે.

મણિપુર હિંસામાં અત્યાર સુધીમાં 152 વ્યક્તિઓના મૃત્યુ પામ્યાં છે, મેમાં 107 વ્યક્તિઓના મોત થયાં હતા. હિંસા ધીમે-ધીમે ઓછી થઈ રહી છે, જેથી હિંસામાં વિપક્ષે તેલ ના નાખવું જોઈએ. તમે ત્યાં જાય તો સહયોગ આપવો જોઈએ, રાજકારણ ના રમવુ જોઈએ. 14 હજારથી વધારે લોકોની ધરપકડ કરી છે. 1100થી વધારે ફરિયાદ નોંધવામાં આવી છે. એક શરમજનક વીડિયો આવ્યો છે. મે મહિનાનો વીડિયો છે, આ વીડિયોને કોઈ સમર્થન આપતું નથી. સંસદ સભાના એક દિવસ પહેલા જ વીડિયો કેમ વાયરલ કરવામાં આવ્યો હતો. જો કોઈની પાસે વીડિયો હતો તો તેમણે પોલીસને આપવો જોઈ તો હતો. વીડિયો જે દિવસે સામે આવ્યો તે જ દિવસે આધુનિક ટેકનોલોજીની મદદથી 9 આરોપીઓને ઝડપી લીધા હતા. શાંતિ માટે કરવામાં આવેલા પ્રયાસો અંગે પણ સદનને માહિતગાર કરવા માંગુ છું. હું ત્યાં 3 દિવસ રોકાયો હતો, તે પહેલા એમઓએસ 23 દિવસ રોકાયાં હતા. અમે કેસની તપાસ માટે એક કમિટી બનાવી છે. શાંતિ સમિતિને પ્રસ્તાપિત કરી છે. આજે ગુસ્સો શાંત નથી થયો પરંતુ 36000 સુરક્ષા જવાનો તૈનાત છે એટલે મામલો થોડો શાંત પડ્યો છે. ષડયંત્રના 6 કેસ સીબીઆઈને સોંપ્યાં હતા, સુપ્રીમ કોર્ટે પણ 11 કેસ સીબીઆઈને સોંપ્યાં છે. મૃતકોને સહાય પુરી પાડવામાં આવી રહી છે, મેડિકલ સેવા મળી રહે તે માટે ટીમ તૈનાત કરાઈ છે. બાળકોનું ઓનઆઈન અભ્યાસ શરૂ કરવામાં આવ્યો છે. મારા દ્વારા દર સપ્તાહે સુરક્ષાની સમિક્ષા કરવામાં આવી છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવેદન દરમિયાન કોંગ્રેસના નેતા અધિરંજન ચૌધરીએ ફરી એકવાર મણિપુર હિંસા મામલે પીએમ નિવેદન આપે તેવી માંગણી કરી હતી. બીજી તરફ અમિત શાહે મણિપુરમાં મૈતેઈ અને કુકી સંપ્રદાયના લોકોને શાંતિ જાળવવાની અપીલ કરવા માટે લોકસભામાં પ્રસ્તાવ મુકવાની માંગણી કરી હતી. આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ ઉપર નિવેદન આપશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code