1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં વાહનોના વેચાણમાં 35 ટકાનો ધરખમ વધારો, ઈલેક્ટ્રિક વ્હીકલની માગ પણ વધી
ગુજરાતમાં વાહનોના વેચાણમાં 35 ટકાનો ધરખમ વધારો, ઈલેક્ટ્રિક વ્હીકલની માગ પણ વધી

ગુજરાતમાં વાહનોના વેચાણમાં 35 ટકાનો ધરખમ વધારો, ઈલેક્ટ્રિક વ્હીકલની માગ પણ વધી

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં વસતિ કૂદકે ને ભૂસકે વધતી જાય છે. ઉપરાંત બહારના રાજ્યોના લોકો પણ રોજગારી માટે ગુજરાતના વિવિધ શહેરોમાં સ્થાયી થઈ રહ્યા છે. એટલે વસતી વધારા સાથે રોડ પર વાહનોની સંખ્યામાં પણ ખૂબ મોટો વધારો થયો છે. તેના લીધે ઠેર ઠેર ટ્રાફિક જામ અને પાર્કિંગના પ્રશ્નો માથાના દુઃખાવારૂપ બનતા જાય છે. બીજીબાજુ નવા વાહનોના વેચાણમાં પણ સારોએવો વધારો થઈ રહ્યો છે. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ્સ ડિલર્સના એક રિપોર્ટ મુજબ ગુજરાતમાં જુલાઈ મહિનામાં વાહનોના વેચાણમાં 35 ટકાનો વધારો જોવા મળ્યો હતો. જેમાં કારના વેચાણમાં પણ ખાસ્સો વધારો જોવા મળી રહ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં નાના-મોટા તમામ શહેરોમાં  ટ્રાફીક સમસ્યા વધતી જાય છે. ત્યારે નવા વાહનોનો કાફલો સતત વધી જ રહ્યો છે. રાજયમાં જુલાઈ મહિનામાં નવા વાહનોના વેચાણમાં 35 ટકાનો ધરખમ વધારો થયો હતો હવે આવનારા દિવસો-મહિના પવિત્ર તહેવારોના રહેવાના છે. ત્યારે વાહનોનાં વેચાણમાં વધુ વધારો અપેક્ષિત છે. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ્સ ડીલર્સ એસો.ના રીપોર્ટ પ્રમાણે ચોમાસાનો વરસાદ સારો થતાં નવુ શૈક્ષણિક વર્ષ શરૂ થતા અને આગામી તહેવારોની સીઝનને પગલે નવા વાહનોનાં વેચાણમાં વધારો છે. સંગઠનનાં ચેરમેન હિતેન્દ્ર નાણાવટીના કહેવા મુજબ સમગ્ર ભારતમાં જુલાઈ માસમાં નવા વાહનોના વેચાણમાં સરેરાશ 10 ટકાનો વધારો છે. જયારે ગુજરાતમાં વિવિધ વાર્ષિક ધોરણે 35 ટકાની વેંચાણ વૃદ્ધિ છે.  વાહનોના નવા મોડેલ લોંચ થવા સાથે સેન્ટીમેન્ટ પોઝીટીવ બન્યુ હોવાથી વેચાણની ગાડી પુરપાટ દોડી રહી  છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, જુન માસથી ટુ-વ્હીલરનાં વેચાણમાં વધારો શરૂ થયો હતો. તે જુલાઈમાં યથાવત રહ્યો હતો. શૈક્ષણિક પરિણામો બાદ સ્કુલો ખુલવા સાથે બાળકો માટે ટુ-વ્હીલરની ખરીદીનો ટ્રેંડ વધી રહ્યો છે.કારમાં એસયુવીની બોલબાલા છે અને તેમાં નવા મોડલ ઉમેરાતા હોવાથી વેચાણ વધી રહ્યું છે. સારા ચોમાસાને કારણે ગ્રામ્ય ડીમાંડમાં વધારો જોવા મળ્યો છે. હવેના બે-ત્રણ મહિના તહેવારોનાં છે અને તેમાં સારી ડીમાંડ રહેવાના આશાવાદથી 50 થી 55 દિવસનો સ્ટોક થવા લાગ્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code