વન ડે વર્લ્ડ કપનું શેડ્યૂઅલ બદલાયું – ICC એ આ માટેની નવી તારીખોની જાહેરાત કરી
દિલ્હીઃ- ઈન્ડિયન ક્રિકેટ કાઉન્સિલ બોર્ડ એ ઓડીઆઈ વર્લ્ડ કપ 2023નું નવું શેડ્યૂલ જાહેર કર્યું છે. ICC દ્વારા 27 જૂને શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં હવે કેટલાક સુધારા કરવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગત અનુસારા આઈસીસી એ આ ટુર્નામેન્ટ ભારતમાં 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી રમાવાની જાહેરાત કરી છે, પરંતુ કેટલીક મેચોની તારીખો બદલાઈ ગઈ છે. પ્રથમ હરિફાઈ ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ અને ઉપવિજેતા ન્યુઝીલેન્ડ વચ્ચે રમાષે.. આ બંને ટીમો 2019 વર્લ્ડ કપની ફાઇનલમાં આમને-સામને હતી. આ બંને ટીમો ટૂર્નામેન્ટની પ્રથમ મેચ 5 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમશે
બીજી તરફભારતની પ્રથમ મેચ 8 ઓક્ટોબરે ચેન્નાઈના મેદાન પર ઓસ્ટ્રેલિયા સાથે થશે. કુલ નવ મેચો ફરીથી શેડ્યૂલ કરવામાં આવી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની શાનદાર મેચ હવે 15 ઓક્ટોબરે નહીં પરંતુ 14 ઓક્ટોબરે રમાશે.