દિલ્હીની શાળાઓમાં મોબાઈલ પર કડક પ્રતિબંધ સહીત શાળામાં 75 ટકા હાજરી અનિવાર્ય – શિક્ષણ વિભાગે રજૂ કરી માર્ગદર્શિકા
દિલ્હીઃ- રાજઘાની દિલ્હીમાં શિક્ષણ વિભાદ હવે વિદ્યાર્થીઓને લઈને સતર્ક બન્યું છેદિલ્હી સરકારના શિક્ષણ વિભાગે મોબાઈલ ફોનને લઈને એક મહત્વપૂર્ણ એડવાઈઝરી બહાર પાડી છે. દિલ્હી સરકારે કહ્યું છે કે ક્લાસ રૂમમાં મોબાઈલ ફોન પર સખત પ્રતિબંધ લગાવવો જોઈએ. વાલીઓએ ખાતરી કરવી જોઈએ કે તેમના બાળકો શાળાના પરિસરમાં મોબાઈલ ફોન લઈ જાય નહીં.
આ સહીત ક્લાસરુમમાં હાજરીને લઈને પણ આદેશ જારી કરાય છે.દિલ્હીની સરકારી અને સરકારી સહાયિત શાળાઓની પરીક્ષામાં બેસવા માટે વિદ્યાર્થીઓએ શાળામાં હાજર રહેવું જરૂરી રહેશે. આ માટે શાળાના શિક્ષક બાળકની ઓનલાઈન હાજરી નોંધશે. જો બાળકની હાજરી 75 ટકા ન હોય તો તે પરીક્ષામાં બેસી શકશે નહીં. દિલ્હીના એજ્યુકેશન ડાયરેક્ટર હિમાંશુ ગુપ્તા દ્વારા આ અંગે આદેશ જારી કરવામાં આવ્યો છે. જેમાં જણાવાયું છે કે પરીક્ષામાં બેસવા માટે ઓનલાઈન હાજરી ફરજિયાત છે.
દિલ્હી સરકારે કહ્યું છે કે, જો વિદ્યાર્થીઓ સ્કૂલમાં મોબાઈલ ફોન લાવે છે તો સ્કૂલ ઓથોરિટીએ તેને લોકર વગેરેમાં રાખવાની વ્યવસ્થા કરવી જોઈએ. શાળા પછી વિદ્યાર્થીઓને મોબાઈલ ફોન પરત કરી દેવાશેં.
આ સહીત શિક્ષકો અને અન્ય કર્મચારીઓને વર્ગખંડો, રમતના મેદાનો, પ્રયોગશાળાઓ અને પુસ્તકાલયો જેવા સ્થળોએ મોબાઇલ ફોનનો ઉપયોગ ટાળવા માટે પણ કહેવામાં આવ્યું છે જ્યાં શિક્ષણ અને શીખવાની પ્રવૃત્તિઓ થાય છે. સ્કૂલ ઓથોરિટીને કહેવામાં આવ્યું છે કે તેઓ હેલ્પલાઇન નંબર આપી શકે છે જ્યાં વિદ્યાર્થીઓ અને વાલીઓ કટોકટીની સ્થિતિમાં કૉલ કરી શકે છે.
tags:
delhi