1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. દિલ્હીના CM કેજરિવાલને માનહાની કેસમાં ગુજરાત હાઈકોર્ટમાંથી ના મળી રાહત
દિલ્હીના CM કેજરિવાલને માનહાની કેસમાં ગુજરાત હાઈકોર્ટમાંથી ના મળી રાહત

દિલ્હીના CM કેજરિવાલને માનહાની કેસમાં ગુજરાત હાઈકોર્ટમાંથી ના મળી રાહત

0
Social Share

અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભાના સભ્ય સંજય સિંહની સામે ફોજદારી માનહાનિના કેસમાં ચાલી રહેલા ટ્રાયલ પર વચગાળાના સ્ટેની અરજીને ફગાવી દીધી હતી. જસ્ટિસ સમીર જે દવેની બેન્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી અંગેના તેમના કટાક્ષ અને અપમાનજનક નિવેદનો બદલ ગુજરાત યુનિવર્સિટી દ્વારા દાખલ કરાયેલ ફોજદારી માનહાનિના કેસમાં મેટ્રોપોલિટન કોર્ટ દ્વારા ટ્રાયલ પર વચગાળાના સ્ટે માંગતી AAP નેતાઓની અરજી ફગાવી દીધી હતી. અરવિંદ કેજરીવાલના વકીલ અને પીપી મિતેશ અમીનની દલીલો સાંભળ્યા બાદ બેન્ચે આ આદેશ આપ્યો હતો.

અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટે અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શૈક્ષણિક ડિગ્રી અંગેના વિવાદના સંદર્ભમાં તેમના કથિત બદનક્ષીભર્યા નિવેદનો બદલ ગુજરાત યુનિવર્સિટી દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં કેજરીવાલ અને સિંહને સમન્સ પાઠવ્યા હતા. અગાઉ 5 ઓગસ્ટના રોજ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે અમદાવાદની રિવિઝન અરજીના નિકાલ સુધી ટ્રાયલની કાર્યવાહી પર રોક લગાવવાની તેમની અરજી ફગાવી દીધી હતી. આ આદેશને પડકારતાં AAPના બંને નેતાઓએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. તેણે કોર્ટને રિવિઝન પિટિશનની વહેલી સુનાવણી માટે નિર્દેશ આપવા વિનંતી પણ કરી હતી.

પીએમની ડિગ્રી વિશે માહિતી માંગતો કેસ સાત વર્ષ જૂનો છે. હકીકતમાં એપ્રિલ 2016માં સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશને કેજરીવાલ પાસેથી તેમના ઇલેક્ટોરલ ફોટો આઇડેન્ટિટી કાર્ડ (EPIC) અંગે માહિતી માંગી હતી. દરમિયાન, કેજરીવાલે કમિશનને કહ્યું હતું કે તેઓ સીઆઈસીને પોતાના વિશે જરૂરી માહિતી આપવા માટે તૈયાર છે, પરંતુ પીએમને તેમની શૈક્ષણિક ડિગ્રીની વિગતો જાહેર કરવા માટે પણ કહેવામાં આવવું જોઈએ. કેજરીવાલના જવાબને CIC દ્વારા નાગરિકની આરટીઆઈ અરજી તરીકે ગણવામાં આવ્યો હતો. આ પછી, તત્કાલિન મુખ્ય માહિતી કમિશનર એમ શ્રીધર આચાર્યુલુએ વડા પ્રધાન કાર્યાલયને PM મોદીની દિલ્હી યુનિવર્સિટી અને ગુજરાત યુનિવર્સિટીમાંથી સ્નાતક અને માસ્ટર ડિગ્રીના ચોક્કસ નંબરો અને વર્ષો પ્રદાન કરવા નિર્દેશ આપ્યો હતો. આ આદેશ એટલા માટે આપવામાં આવ્યો છે કે પીએમ સંબંધિત કોઈપણ દસ્તાવેજને શોધવા અને પ્રદાન કરવામાં સરળતા રહે.

પોલીસે ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પિયુષ પટેલની ફરિયાદ પરથી આઈપીસીની કલમ 500 હેઠળ ગુનો નોંધ્યો હતો. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહે પ્રેસ કોન્ફરન્સમાં અને ટ્વિટર હેન્ડલ પર યુનિવર્સિટી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી હતી. આનાથી પ્રતિષ્ઠિત સંસ્થાની છબીને નુકસાન પહોંચ્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code