અમદાવાદઃ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પરથી જોય રાઈડ હેલિકોપ્ટર સેવા શરૂ થઈ હતી. જે 5 મહિના અગાઉ બંધ કરવામાં આવી હતી. ત્યારે શનિવારથી ફરીથી જોય રાઇડ શરૂ કરવામાં આવી છે. જોય રાઈડ દર શનિવાર, રવિવાર અને નેશનલ હોલી-ડેના દિવસે જ ચાલશે. શહેરીજનો હેલિકોપ્ટરમાં બેસીને શહેરભરનો નજારો માણી શકશે.
અમદાવાદ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પરથી શનિવારથી ફરીથી જોય રાઈડ શરૂ કરવામાં આવી છે. જો કે, જોય રાઈડની ટિકિટમાં અગાઉ કરતાં 100 રૂપિયા જેવો સામાન્ય ભાવ વધારો કરવામાં આવ્યો છે. 10 મિનિટની હેલિકોપ્ટર જોય રાઇડ ચાલશે. જેમાં મુસાફરોને શહેરના સાયન્સ સિટીના રૂટ પર લઈ જવામાં આવશે. ATC દ્વારા સિગ્નલ ના મળે અથવા એર ટ્રાફિક હશે, તો રૂટ બદલવામાં આવશે. શહેરીજનો રૂપિયા 2360ની ટિકિટ લઈને 10 મીનીટ હેલિકોપ્ટરમાં બેસી શહેરનો નજારો માણી શકશે. બપોરના સમયે 3 કલાક માટે રાઈડ ચાલશે. દિવસ દરમિયાન 15 રાઈડ ચાલશે, જેમાં એક રાઈડમાં 5 વ્યક્તિઓને હેલિકોપ્ટરમાં બેસાડવામાં આવશે. રાઈડ માટે એડવાન્સ અને ઓનલાઇન બુકિંગ કરાવવાનું રહેશે. અંદાજિત 25 કિલોમીટરની આ રાઈડ રહેશે. છેલ્લા 5 મહિનાથી આ રાઈડ બંધ હતી. જે હવે ફરીથી ચાલુ કરવામાં આવી છે.સામાન્ય વરસાદમાં પણ રાઈડ ચાલશે પરંતુ ભારે વરસાદમાં રાઈડ નહીં થઈ શકે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, એરોટ્રાન્સે પહેલી જાન્યુઆરી, 2022ના રોજ સાબરમતી રિવર ફ્રન્ટ ખાતે વોટર એરોડ્રોમથી હેલિકોપ્ટર જોય રાઈડ્સનો પ્રારંભ કર્યો હતો. બંધ કરાઈ ત્યાં સુધી જોય રાઈડ્સને 100 ટકા બુકિંગ મળ્યું હતું. તમામ હેલિકોપ્ટર રાઈડનું બુકિંગ એરોટ્રાન્સની વેબસાઈટ www.aerotrans.in થકી ઓનલાઈન માધ્યમથી થાય છે. આ રાઈડ્સ અમદાવાદ એર ટ્રાફિક કન્ટ્રોલરના સુપરવિઝન હેઠળ હાથ ધરાય છે. ત્યારે દરેક જોય રાઈડ માટે પેસેન્જરદીઠ ચાર્જીસ રૂ. 2,360 ચાર્જ છે. કંપની પાસે 3 હેલિકોપ્ટર્સ છે, જેના થકી એરસ્ટ્રિપ્સ ન હોય તેવા પોઈન્ટ-ટુ-પોઈન્ટ લોકેશન્સથી મુસાફરી કરવાનો હેતુસર થઈ શકશે. ચાર્ટર્સ સાબરમતી રિવરફ્રન્ટ એરોડ્રોમથી કે પછી ક્લાયન્ટની ઈચ્છા મુજબના કોઈપણ હેલિપેડથી સર્વિસ પૂરી પાડી શકશે.