જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં ભૂકંપના આચંકાઓ અનુભવાયા – રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.6 નોંઘાઈ
શ્રીનગરઃ- દજમ્મુ કાશ્મીર કે જ્યા સતત ભૂકંપ આવવાની સામાન્ય ઘટનાો સામે આવતી રહેતી હોય છે તો છેલ્લા ઘણા સયથી દેશના વિવિઘ ભાગો ભૂકંપનાુ કેન્દ્ર બની રહ્યા છએ ત્યારે 17 ોગસ્ટને ગુરુવારે ફરી એક વખત જમ્મુ કાશ્મીરની ઘરા ઘ્રુજી ઉઠી હતી.
પ્રાપ્ત વિગત પ્રમાણે જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.6 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, રાજૌરીમાં આજે વહેલી સવારે 3 વાગ્યેને 40 મિનિટે આ આચંકાઓ અનુભવાયા હતા.
વઘુ વિગત અનુસાર સવારનો સમય હોવાથી દરેક લોકો પોતાના ઘરમાં ગાઢ નિદ્રામાં હોવાથઈ ઘણા ઓછા લોકો અનુભવી શક્યા હતા જો કે આ આચંકાઓ સામાન્ય હોવાથઈ કોઈ પણ પ્રકારના નુકશાનના સમાચાર સામે આવ્યા નથી, જે લોકો સવારે જાગી ગયા હતા તેઓમાં જેના ભયનો માહોલ જોવા મળ્યો હતો. જો કે આ પહેલી વખત નથી આ પહેલા અહી અનેક વખત આ પ્રકારના સામાન્ય આચંકાઓ નોંધાઈ ચૂક્યા છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા બુધવારે નોઈડા, ઉત્તરાખંડના પૌરી ગઢવાલ ક્ષેત્ર અને મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રાજૌરીની તુલનામાં તમામ સ્થળોએ તીવ્રતા ઓછી નોંધાઈ છે.