1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. દેવાધિદેવ સોમનાથ મહાદેવજીને અર્ક પુષ્પનો શણગાર કરાયો, ભાવિકો દર્શન માટે ઉમટ્યાં
દેવાધિદેવ સોમનાથ મહાદેવજીને  અર્ક પુષ્પનો શણગાર કરાયો, ભાવિકો દર્શન માટે ઉમટ્યાં

દેવાધિદેવ સોમનાથ મહાદેવજીને અર્ક પુષ્પનો શણગાર કરાયો, ભાવિકો દર્શન માટે ઉમટ્યાં

0
Social Share

વેરાવળઃ બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ ગણાતા સોમનાથ મહાદેવજીના દર્શનનો અનોખો મહિમા છે. જેમાં શ્રાવણ મહિના દરમિયાન અનેક યાત્રાળુંઓ દાદાના દર્શન માટે આવી રહ્યા છે. રોજબરોજ મહાદેવજીને વિશેષ શૃંગાર કરવામાં આવે છે. શ્રાવણ સુદ ત્રીજને શનિવારે આંકડાના પુષ્પનો શણગાર કરવામાં આવ્યો હતો.શનિવારે મોટી સંખ્યામાં ભાવિકો  અર્ક પુષ્પોથી સુશોભિત શિવજીના સૌમ્ય સ્વરૂપના મનમોહક દર્શન માટે ઉમટી પડ્યા હતા.

સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવના મંદિર ટ્રસ્ટ દ્વારા યાત્રાળુંઓ માટે અનેક સુવિધીઓ ઊભી કરવામાં આવી છે. શ્રાવણ મહિના દરમિયાન દેશ-વિદેશમાંથી અનેક ભાવિકો દાદાને શીશ ઝૂકાવવા માટે આવતા હોય છે. શિવ ભક્તિનો મહા ઉત્સવ એટલે કે પવિત્ર શ્રાવણ માસ છે, ત્યારે સોમનાથ મંદિરમાં મહાદેવને નિત્યક્રમ ઉપરાંત વિશેષ પૂજન અને શ્રૃંગાર કરવામાં આવે છે. મહાદેવને શ્રાવણ માસ દરમિયાન પ્રત્યેક દિવસે વિશેષ સાયમ શ્રૃંગાર કરવામાં આવે છે. શનિવારે શ્રાવણના તૃતીય દિવસે સોમનાથ મહાદેવને શિવજીને પ્રિય માનવામાં આવતા અર્ક એટલે કે આંકડાના પુષ્પોનો શ્રૃંગાર કરવામાં આવ્યો હતો. જ્યોતિર્લિંગ પર શિવજીની રજત મુખાકૃતિ બિરાજમાન કરવામાં આવી હતી. જેથી ભકતોને અર્ક પુષ્પોથી સુશોભિત શિવજીના સૌમ્ય સ્વરૂપના મનમોહક દર્શનનો લાભ મળ્યો હતો.

સનાતન ધર્મમાં પ્રાચીન સમયથી મહાદેવને અર્ક ફૂલની પૂજા કરવાનું મહત્વ વર્ણવવામાં આવ્યું છે. શિવપુરાણ અનુસાર અર્ક પુષ્પને શિવજીની ઉપાસનાનો મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે. અર્ક પુષ્પ સાથે ભગવાન શિવની પૂજા કરવાથી ભક્તની આધ્યાત્મિક પ્રગતિ થાય છે. તેના કર્મફળમાં સુધારો થાય છે, તેમજ પૂજા કરનારને આરોગ્ય અને સમૃદ્ધિ મળે છે. શિવ ઉપાસનામાં અર્ક પુષ્પ શ્રેષ્ઠ તત્વ હોવાનું વર્ણન સનાતન સંસ્કૃતિની પ્રાચીન પરંપરાઓમાં પણ જોવા મળે છે. અર્ક પુષ્પથી ભગવાન શિવની પૂજા કરવાથી ભક્તોનો માનસિક સંયમ વધે છે અને તેમને મહાદેવની અનુભૂતિ તરફ આગળ વધવામાં મદદ મળે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code