દિલ્હીઃ- ભારત દેશ અનેક મામલે વિશ્વમાં શ્રેષ્ઠ સાબિત થી રહ્યો છે, છેલ્લા કેટલાક વર્ષોમાં લિંગ સમાનતા મમાલે પણ ભારતે ઘણો સુઘારો નોંધાવ્યો છે, લિંગ સમાનતાની દ્રષ્ટિએ ભારતે ઘણી પ્રગતિ કરી છે,પહેલાના સમય કરતા હાલ ભારતમાં લિંગ સમાનતાના મમાલે સારા પરિણામો આવી રહ્યા છે ત્યારે એક રિપોર્ટ પ્રમાણે ભારેત લિંગ સમાનતાના મામલે 146 દેશોમાં 127મો ક્રમ પ્રાપ્ત કર્યો છે.
લિંગ સમાનતા મામલે વર્લ્ડ ઈકોનોમિક ફોરમ(WEF)ના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે વિશ્વભરના દેશોમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આઈસલેન્ડનું રહ્યું છે, જેણે સતત 14મા વર્ષે લિંગ તફાવતમાં 90 ટકાથી વધુનો ઘટાડો કર્યો છે.
લિંગ સમાનતા મામલે વિશ્વના 146 દેશોમાંથી ભારતનું રેન્કિંગ 127મું છે. વર્લ્ડ ઈકોનોમિક ફોરમના રિપોર્ટ 2023માં આ જાણકારી આપવામાં આવી છે. ગયા વર્ષની સરખામણીમાં આ વખતે ભારતના રેન્કિંગમાં આઠ પોઈન્ટનો સુધારો થયો છે. આ વર્ષે ભારતની રેન્કિંગમાં 1.4 ટકા પોઈન્ટ્સ અને આઠ સ્થાનનો સુધારો થયો છે, જે દર્શાવે છે કે લિંગ સમાનતાના સંદર્ભમાં સુધારો થયો છે.
રિપોર્ટમાં જણાવાયું છે કે આર્થિક ભાગીદારીની દ્રષ્ટિએ ખૂબ જ ધીમી ગતિ હોવા છતાં, આમાં ભારત માત્ર 36.7 ટકા સુધી પહોંચવામાં સફળ રહ્યું છે. તે જ સમયે, કુલ જાતિ ગુણોત્તરમાં તફાવત 64.3 ટકા ઘટ્યો છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે લિંગ સમાનતામાં પાડોશી દેશો નેપાળ, ભૂટાન, ચીન, શ્રીલંકા અને બાંગ્લાદેશનું રેન્કિંગ ભારત કરતાં ઘણું સારું છે. આ ઈન્ડેક્સમાં બાંગ્લાદેશ 59મું, ચીન 107મું, નેપાળ 116મું, ભૂટાન 103મું અને શ્રીલંકા 115મું સ્થાન મેળવ્યું છે. જ્યારે પાકિસ્તાન 142મા ક્રમે છે.
જો કે બીજી તરફ ભારતે આ રિપોર્ટ પ્રમાણે વેતન અને આવકના સંદર્ભમાં સમાનતામાં વધારો નોંધાવ્યો છે, જ્યારે વરિષ્ઠ હોદ્દા અને તકનીકી ભૂમિકાઓમાં મહિલાઓની ભાગીદારી પાછલા વર્ષની સરખામણીમાં ઘટી છે. તે જ સમયે, રાજકીય સશક્તિકરણના સંદર્ભમાં, ભારતે 25.3 ટકા સમાનતા નોંધાવી છે, જે 2006 માં અહેવાલ આવ્યા પછી સૌથી વધુ દર્શાવાઈ છે.