મુંબઈમાં I.N.D.I.A.ની યોજાનારી બેઠકનો ભાગ બનશે આમ આદમી પાર્ટી – દિલ્હીના સીએમ કેજરિવાલ કરી પુષ્ટિ
દિલ્હીઃ- આજરોજ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલે એ વાતની પુષ્ટી કરી છે તે તેમની પાર્ટી મુંબઈમાં ઈન્ડિયાની યોજાનારી બેઠકનો ભાગ બનશે આ પહેલા આ વાતને લઈને અનેક અટકળો સામે આવી હતી ત્યારે રહવે આ વાતની સીએમ કેજરિવાલે પોતે પૃષ્ટી કરી છે.
મીડિયા સાથએ વાત કરવા સીએમ કેજરિવાલે કહ્યું કે, હા, અમે મુંબઈ જઈશું અને જે પણ રણનીતિ બનશે તેની જાણકારી આપવામાં આવશે. બેઠકતના સમય વિશે વાત કરતા કહ્યું કે આ બેઠક 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરે મુંબઈમાં યોજાવાની છે.
ઉલ્લેખનીય છે કે અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસ વચ્ચે ઘણી બાબતો પર મતભેદ જોયા પછી, તેઓ આ બેઠકમાં હાજરી આપશે કે નહીં તે અંગે શંકા હતી. હવે સ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ છે કે આ બેઠકમાં સીએમ કેજરીવાલ ભાગ લેવા જઈ રહ્યા છે.
જાણકારી અનુસાર મુંબઈમાં ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઈન્ક્લુઝિવ એલાયન્સ ત્રીજી બેઠકમાં 26 થી વધુ રાજકીય પક્ષોના લગભગ 80 નેતાઓ હાજરી આપે તેવી આશાઓ સેવાઈ રહી છે. હાલમાં 26 પક્ષો જોડાણ જૂથનો ભાગ છે અને બે દિવસીય બેઠક દરમિયાન કેટલાક વધુ પક્ષો જોડાણમાં જોડાવા માટે તૈયાર થયા છે.