મિઝોરમમાં નિર્માણધીન રેલવે બ્રિજની કામગીરી દરમિયાન સર્જાઈ દૂર્ઘટના, 17 વ્યક્તિના મૃત્યું
નવી દિલ્હીઃ મિઝોરમના આઈજોલમાં આજે નિર્માણધીન રેલવે બ્રિજ ધરાશાયી થવાની ઘટના સામે આવી હતી. આ દૂર્ઘટનામાં 17 શ્રમજીવીઓના મોત થયાનું છે. આ દૂર્ઘટના સાઈરાંગ વિસ્તારમાં સર્જાઈ હોવાનું જાણવા મલે છે. આઈજોલમાં સવારે 35થી 40 જેટલા શ્રમજીવીઓ કામ કરી રહ્યાં હતા. આ દૂર્ઘટનામાં મૃત્યુઆંક વધવાની આશંકા વ્યક્ત થઈ રહી છે.
પ્રાથમિક માહિતી અનુસાર આઈજોલ નજીલ રેલવે બ્રિજની કામગીરી ચાલી રહી છે. સવારે શ્રમજીવીઓ કામગીરી કરી રહ્યાં હતા દરમિયાન ત્રીજા અને ચોથા થાંભલાની વચ્ચેનો ગાર્ડર નીચે પડી ગયો છે. આ ગાર્ડર પર અનેક શ્રમજીવીઓ કામ કરતા હતા. જમીનથી પુલની ઊંચાઈ 104 મીટર એટલે કે 341 ફૂટ છે. આ દૂર્ઘટના સર્જાતા નાસભાગ મચી ગઈ હતી. બૈરાબીને સાયરાંગથી જોડતી કુરુંગ નદી પર આ પુલ બનાવવામાં આવી રહ્યો હતો. આ બનાવની જાણ થતા બચાવ ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. દૂર્ઘટનામાં લગભગ 17 વ્યક્તિઓના મૃત્યુ થવાનું જાણવા મળે છે. આ દૂર્ઘટના કેવી રીતે તે જાણવા માટે પણ તપાસ કરવામાં આવી રહી છે. બીજી તરફ આ અકસ્માતમાં મૃત્યુઆંક વધવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.
રેસક્યુ ટીમોએ અત્યાર સુધીમાં 17 જેટલા મૃતદેહ બહાર કાઢ્યાં છે અને હજુ પણ કેટલીક વ્યક્તિઓ દબાયેલા હોવાની આ શંકાને પગલે તેમને શોધવાની કામગીરી ચાલી રહી છે. પૂર્વોત્તર ફ્રંટિયર રેલવેના સીપીઆરઓએ જણાવ્યું હતું કે, રેલવેના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર જવા માટે રવાના થયા છે, હાલ બનાવ સ્થળ પર બચાવ કામગીરી ચાલી રહી છે.