ચંદ્રયાન 3 ના લઈવ પ્રસારણે યૂ ટ્યૂબ પર તોડ્યો રેકોર્ડ , વિશ્વમાં સૌથી વઘુ લોકો દ્રારા જોવાઈ આ ઐતિહાસિક ક્ષણ
દિલ્હીઃ- વિતેલા દિવસને 23 ઓગસ્ટની સાંજે ચંદ્રયાન 3 એ ચંદ્ર પર સોફટ લેન્ડિંગ કરીને ઈતિહાસ રચ્યો છે અને દેશભરમાં ઉત્સાહ છવાયેલો જોવા મળઅયો છે ત્યારે વિશ્વના દેશો પણ ભારતની આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા છે અનેક દેશોમાં યુપ ટ્યૂબ પર ચંદ્રયાન 3 નું લાઈ પર્સરાણ નિહાળવામાં આવ્યું છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે યુ ટ્યૂબ પર ચંદ્રયાનના આ પ્રસારણે રેકોર્ડ સ્થાપિત કર્યો છે અને વિશ્વભલરમાં સૌથી વઘુ જોવાનારી ઈવેન્ટ સાબિત થઈ છે.આ સાથે ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનારો વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે.
જાણકારી પ્રમાણે ઈસરોની લાઇવ સ્ટ્રીમિંગ લિંકે પણ યુ ટ્યૂબ પર ઇતિહાસ રચ્યો. ચંદ્રયાન-3ના લેન્ડિંગનું લાઈવ સ્ટ્રીમિંગ એકસાથે 8.06 મિલિયન લોકોએ નિહાળ્યું હતું, જેણે યુટ્યુબના ઈતિહાસના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા.
અત્યાર સુધી યુ ટ્યૂબ પર, બ્રાઝિલ વિ. કોરિયાની ફૂટબોલ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ એક સાથે 6.15 મિલિયન લોકોએ નિહાળ્યું હતું, જેને બુધવારે ચંદ્રયાન-3ના લાઈવ સ્ટ્રીમિંગથી માત આપવામાં આવી હતી. તે જ સમયે, ત્રીજા નંબર પર બ્રાઝિલ વિ ક્રોએશિયા ફૂટબોલ મેચ, જેને એક સાથે 5.2 મિલિયન લોકોએ નિહાળી હતી.
ઈસરોની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર ચંદ્રયાન-3ના લેન્ડિંગ પહેલા સબસ્ક્રાઈબર્સની સંખ્યા 2.68 મિલિયન એટલે કે લગભગ 26 લાખ હતી, જે હવે સફળ લેન્ડિંગ બાદ વધીને 35 લાખ થઈ ગઈ છે. લેન્ડિંગનું લાઈવ ટેલિકાસ્ટ લગભગ એક કલાક અને 11 મિનિટ સુધી ચાલ્યું હતું અને ઈસરોએ માત્ર એક કલાકમાં નવ લાખ યૂઝર્સ મેળવ્યા હતા. ઇસરોનું જીવંત પ્રસારણ એકસાથે જોનારા ગ્રાહકોની સંખ્યા કરતાં ત્રણ ગણા કરતાં વધુ છે.