નેશનલ ફિલ્મ એવોર્ડઃ ગંગુબાઈ કાઠીયાવાડી, સરદાર ઉધમ તેમજ ગુજરાતી ચાર ફિલ્મોનો પણ સમાવેશ
અમદાવાદઃ નવી દિલ્હી ખાતે ગુરૂવારે સાંજે 69મા નેશનલ ફિલ્મ એવોર્ડના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી હતી. આ વખતે નેશનલ એવોર્ડ્સમાં એસ.એસ. રાજામૌલીની RRR, સંજય લીલા ભણસાલીની ગંગૂબાઈ કાઠિયાવાડી અને શૂજીત સરકારની સરદાર ઉધમસિંહ છવાયેલી રહી. આ સિવાય અલ્લૂ અર્જુનની ફિલ્મ પુષ્પાનો પણ જલવો જોવા મળ્યો છે. ગુજરાતી ભાષાના દિને જ નેશનલ એવોર્ડમાં ગુજરાતી ફિલ્મોને પણ 5 એવોર્ડ મળ્યા છે. ફીચર ફિલ્મની 31 કેટેગરી, નોન ફીચર ફિલ્મની 24 કેટેગરી અને બેસ્ટ રાઈડિંગની ત્રણ કેટેગરીમાં જ્યૂરીએ એવોર્ડ્સનું એલાન કર્યું હતું.
નવી દિલ્હી ખાતે ગુરૂવારે સાંજે 69મા નેશનલ ફિલ્મ એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ગુજરાતી ફિલ્મોની ભારે બોલબાલા રહી છે. 69મા નેશનલ ફિલ્મ એવોર્ડમાં ગુજરાતી ફિલ્મોને પણ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. 4 ગુજરાતી ફિલ્મોને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં સ્થાન મળ્યું છે. ગુજરાતી ભાષા દિવસે ગુજરાતીઓને આ સિદ્ધિ મળતા ઢોલીવુડમાં ખૂશી છવાય ગઈ છે. પાન નલીનની ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શો’ને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. તેમજ ફિલ્મમેકર નેમિલ શાહની ગુજરાતી ફિલ્મ ‘દાળ ભાત’ને આ વર્ષની બેસ્ટ શોર્ટ ફિલ્મ ફિક્શનનો ખાસ એવોર્ડ મળ્યો છે. ઉપરાંત ‘ગાંધી એન્ડ કંપની’ને બેસ્ટ ચિલ્ડ્રન ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો. જેને સ્વર્ણ કમળ અને 1 લાખ 50 હજારનું ઈનામ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. આ ઉપરાંત ‘પંચિકા’ને બેસ્ટ ડેબ્યૂ નોન ફીચર ફિલ્મ ઓફ ડાયરેક્ટરનો એવોર્ડ મળ્યો છે. ગુજરાતી અભિનેત્રી નિલમ પંચાલે છેલ્લો શો ફિલ્મની ટીમને સોશિયલ મીડિયા પર અભિનંદન પાઠવ્યા હતા.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, બેસ્ટ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ પેન નલિનનાં ડાયરેક્શનમાં બની’ ધ છેલ્લો શોને મળ્યો છે. તેને જુગાડ મોશન પિક્ચર્સે પ્રોડ્યૂસ કર્યું હતું. નોન ફીચર સ્પેશિયલ મેંશન કેટેગરીમાં કુલ 4 ફિલ્મોને સમાવિષ્ટ કરવામાં આવ્યું હતું. જેમાં અનિરૂદ્ધ જાટકરની બાલે બંગારા, શ્રીકાંત દવેની કારુવરાઈ, સ્વેતા કુમાર દાસની ધ હીલિંગ ટચ અને રામ કમલ મુખર્જીની એક દુઆ સામેલ છે.
નેશનલ ફિલ્મ એવોર્ડ દેશનો સૌથી પ્રતિષ્ઠિત ફિલ્મ પુરસ્કાર છે. એની શરૂઆત 1954માં થઈ હતી. મરાઠી ફિલ્મ ‘શ્યામચી આઈ’ને બેસ્ટ ફિલ્મ કેટેગરીમાં પ્રથમ નેશનલ એવોર્ડ મળ્યો હતો. આ સમારોહનું આયોજન કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ દ્વારા પુરસ્કારોનું વિતરણ કરાશે અલ્લુ અર્જુનને નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં ફિલ્મ ‘પુષ્પા’ માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો. ઘરે, ફિલ્મના નિર્દેશક સુકુમાર, તેમના પરિવાર, અભિનેતા અને તેમની ટીમ સાથે, એવોર્ડ ફંક્શનની જાહેરાત જોઈ રહ્યા હતા. અલ્લુ અર્જુન અને સુકુમારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે, જેમાં બંને ખુશીથી ગળે મળીને ડાન્સ કરતા જોવા મળે છે. આ દરમિયાન સુકુમાર થોડા ભાવુક થયેલા જોવા મળ્યા હતા. તેની પત્ની પણ અલ્લુ અર્જુન માટે ભાવુક જોવા મળી હતી. અભિનેતા અને ફિલ્મની સમગ્ર કાસ્ટ માટે આ શ્રેષ્ઠ ક્ષણ હતી.
ફેબ્રુઆરી 2021માં રિલીઝ થયેલી ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી એક વાસ્તવિક જીવનની વાર્તા છે. 60ના દાયકામાં ગંગુબાઈ મુંબઈના માફિયાઓનું મોટું નામ હતું. એવું કહેવાય છે કે તેને તેના પતિએ માત્ર પાંચસો રૂપિયામાં વેચી દીધી હતી. આ પછી તેને દેહવ્યાપારમાં ધકેલવામાં આવી હતી. ગ્લેમરસ રોલ કરવા માટે જાણીતી આલિયા ભટ્ટે ગંગુબાઈનું ડાર્ક પાત્ર ખૂબ જ સારી રીતે ભજવ્યું હતું. ગંગુબાઈ કાઠિયાવાડીએ 4 રાષ્ટ્રીય પુરસ્કારો જીત્યા. આ ફિલ્મ માટે આલિયાને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો. સંજય લીલા ભણસાલીને બેસ્ટ એડિટિંગ અને બેસ્ટ સ્ક્રીનપ્લે માટે નેશનલ એવોર્ડ મળ્યો હતો. સંજય લીલા ભણસાલી દ્વારા નિર્દેશિત આ ફિલ્મે 209.77 કરોડ રૂપિયાનું વિશ્વવ્યાપી કલેક્શન કર્યું હતું.