હવે તમારા કિચનને પણ આપો શાનદાર લૂક. આ રીતે કરો કિચનની સજાવટ સૌ કોઈ જોતું રહી જશે
દરેક સ્ત્રી જે રીતે પોતાને સજાવે ઢજાવે છે અને આકર્ષક બનાવે છે તે જ રીતે દરેક સ્ત્રીઓ પાતાના ઘરની પણ એટલી જ માવજત કરતી હોય છે અને ઘરને સજાવતી હોય છે. જો કે ઘરના હોલ લિવિંગ રુમ બેડરુમ કરતા સ્ત્રીઓનો વઘુ સમય તો કિચનમાં જ પસાર થતો હોય છે એટલે જો કિચન સારુ હશએ સજાવેલું તો કામ કરવાની મજા પણ આવે છે તો આજે કિચનને સજાવવા માટેની કેટલીક ટિપ્સ જોઈશું.
મંદિર
સૌ પ્રથમ તો ખોરાકને અન્નપૂર્ણા કહેવામાં આવે છો તો જો તમાકા કિચનના ખુણામાં કેસાઈડમાં જગ્યા હોય તો તમે મા અન્નપુર્ણા એઠરે કે મનાતાનું મંદિર બનાવી શકો છો જેના થકી કિચનમાં પણ સકારાત્મક ઊર્જા આવતી રહે છે અને ભક્તિમય જેવું વાતાવરણ બન્યું રહે છે.
સૂર્ય પ્રકાશ કે લાઈટ
આ સાથે જ કિચનમાં સૂર્ય પ્રકાશ અથવા તો લાઈટ હોવી જરુરી છે તમારા રસોડામાં એક બારી છે જે કુદરતી પ્રકાશને ફિલ્ટર કરવા દે છે. આનાથી રસોડામાં માત્ર પ્રકાશ જ નહીં આવે, પરંતુ તમને ખૂબ જ આનંદની લાગણી પણ મળશે. બારીની સામે અરીસો મૂકો, જેથી બહારનો પ્રકાશ તેમાંથી પ્રતિબિંબિત થાય અને તમારા રસોડાને પ્રકાશથી ભરી દે.
ફ્રૂટ બાઉલ
કિચનને વઘુ આકર્ષક બનાવવા ફ્રુટ રસોડાના કાઉન્ટર પર ફ્રુટ બાઉલની હાજરી જરુરી છે.ફ્રુટ બાઉલ માત્ર વાતાવરણને જીવંત બનાવે છે, પણ ખાવાની ઈચ્છા પણ વધારે છે. સૌથી મહત્વની વાત એ છે કે આ વાતાવરણ જોયા પછી તમને ફ્રૂટ પણ ખાવાની ઈચ્છા થાય છે.
ફ્રીજ પર મેગનેટ
જો ફ્રિજની વાત કરવામાં આવે તો તમે તમારા ફ્રીજ પર અવનવા સ્ટિકર અથવા તો મેગેનેટ લગાવી શકો છઓ આ સાથે જ ફ્રિજ પર હળવા ફ્લાવર પોર્ટ રાખઈ શકો છો અને હંમેશા ફ્રીજનું કવર ઉપર રાખો જેથી ડ્સ્ટ ન લાગે
રિયલ ફ્લાવર પોર્ટ
કિચનમાં વોશ બેઝિંગની બાજૂમાં તમે રિયલ ફ્લાવર પ્લાન્ટ મૂકી શકો છો જે કિચનની સુંદરતાને જીવંત કરીને વાતાવરણને ફઅરેશ બનાવે છે.જો તમારા કિચન પાસે બારી હોય તો ત્યા તમે મણીવેલ કે ફ્લાવરની વેલ લગાવી શકો છો જે કિચનના લૂકને ચાર ચાંદ આપે છે.
લેમ્પ
કિચનની વચ્ચમાં સિલીંગ પર લોંગ વાયર વાળો લેમ્પ લગાવવો જોઈએ જેનાથી કિચન આકર્ષક દેખાય છે.