તમે પણ ફૂલછોડ ઉગાડવાના શોખીન છો તો જોઈલો આ કેટલીક ગાર્ડનિંગ ટ્રિક જે તમને લાગશે કામ
આજકાલ અનેક લોકોને ઘરમાં ,બાલ્કનિમાં કે ટેરેસ પર કે પછી પોતાના ઘરના આંગણમાં ગાર્ડનમાં ફૂલ છોડ અવનવા વૃક્ષો વાવવાનો ખૂબ શોખ છે,અનેક લોકો હવે ગાર્ડનિંગ તરફ આકર્ષાયા છે જો કે આવી સ્થિતિમાં તમાપા ફૂલ છોડને હરાભરા રાખવા માટે તમારે કેટલીક સુજબુઝ કેળવવાની જરુર હોય છે સાથે કેટલીક ટ્રિક હોવી જોઈએ કે જેના થકી તમને ગાર્ડનિંગ કરવું સરળ બને અને છોડ હંમેશા તાજા રહે.
1 – એલોવેરાની છાલ
એલોવેરા શ્રેષ્ઠ રૂટ સ્ટાર્ટર કહેવાય છે. શું તમે એલોવેરામાંથી જેલ કાઢ્યા પછી પાંદડા ફેંકી દો છો? હવે આમ ન કરતા તમે જે છોડને રોપવા માંગો છો તેનું સ્ટેમ એલોવેરાના જેલમાંથી કાઢેલા પાંદડામાં નાખો. એલોવેરાના પાનમાં તે છોડની દાંડી નાખ્યા પછી તેને જમીનમાં વાવો. જરૂરી હોય તેટલું પાણી છાંટવું. છોડ સફળતાપૂર્વક વધશે.
2- ઈંડાના છોતરા
ઈંડાના શેલને છોડમાં નાખવાનું રાખો, કારણ કે તે ઉત્તમ બીજ સ્ટાર્ટર બનાવે છે. શ ઇંડાના છાલકાને સાફ અને સૂકવી દો. પછી તેને માટીમાં નાખો. ત્યાર બાદ ઉપર વધુ માટી નાખીને ઢાંકી દો. આ ઈંડાના છીપને એવી બાલ્કનીમાં રાખો, જ્યાં પૂરતો સૂર્યપ્રકાશ આવી શકે. જરૂર મુજબ પાણી ઉમેરો. જ્યારે છોડની ડાળીઓ બહાર આવવા લાગે, ત્યારે તેને પોટમાં ફેરવો. ઈંડાના છીપ જમીનમાં ભળી જશે અને તમારા છોડને તેમાંથી વધારાના પોષક તત્વો પણ મળશે.
4 – તજનો ઉપયોગ
તજમાં ઉત્તમ એન્ટી-ફંગલ ગુણ હોય છે. જ્યારે તજના પાવડરને ફૂલછોડના કુંડામાં નાખવામાં આવે છે, ત્યારે તે જંતુઓને છોડથી દૂર રાખે છે. તજ કુદરતી ઘટક હોવાથી તે છોડને કે તેના મૂળને કોઈપણ રીતે નુકસાન કરતું નથી. તેના બદલે તે છોડના મૂળને મજબૂત બનાવે છે. તેની તીખી સુગંધ માખીઓ અને મચ્છરોને પણ છોડથી દૂર રાખે છે.