1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. દફત્તરમાં કપડાં ભરી, શાળાએ જવાનું કહી ગુમ થયેલા 5 બાળકો, પોલીસે શોધખોળ આદરી
દફત્તરમાં કપડાં ભરી, શાળાએ જવાનું કહી ગુમ થયેલા 5 બાળકો,  પોલીસે શોધખોળ આદરી

દફત્તરમાં કપડાં ભરી, શાળાએ જવાનું કહી ગુમ થયેલા 5 બાળકો, પોલીસે શોધખોળ આદરી

0
Social Share

અમદાવાદઃ શહેરના બાપુનગરમાં ભમિક પરિવારોના શાળાએ ગયેલા પાંચ બાળકો ગુમ થતાં ચકચાર મચી ગઈ છે. શુક્રવારે બાળકોએ શાળાએ ગયા બાદ પરત ન ફરતા તેમના પરિવારોએ શોધખોળ આદરી હતી. દરમિયાન બાળકો પોતાની સ્કુલબેગમાં કપડા પણ સાથે લઈ ગયાનું તેમના માત-પિતાને જાણવા મળ્યું હતું. બે દિવસની શોધખોળના અંતે કોઈ પત્તો ન લાગતા આખરે પાંચેય બાળકોના પરિવારોએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અપહરણનો ગુનો નોંધીને પાંચેય બાળકોની શોધખોળ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ગત શુકવારે સવારે સાત વાગ્યે પાંચેય મિત્રો ઘરેથી સ્કુલે જઈએ છે તેમ કહીને સ્કુલ બેગમા કપડાં લઈને નીકળ્યા હતા, જે બાદ મોડી સાંજ તથા બે દિવસ સુધી ઘરે પાછા નહી આવતા પરિવારજનો ચિંતિત બન્યા હતા. આ બનાવની બાપુનગર પોલીસને જાણ કરાઈ હતી. પોલીસે તપાસ શરુ કરી દીધી હતી પરંતુ શનિવાર અને રવિવાર સુધીમાં પણ બાળકોની કોઈ ભાળ નહી મળતાં પોલીસે અપહરણ ગુનો નોંધીને અલગ અલગ ટીમો બનાવીને પાંચેય બાળકોની શોધખોળ હાથ આદરી છે. રેલવે સ્ટેશન અને એસટી બસ સ્ટેશનના સીસીટીવીના કૂટેજની તપાસ કરવામાં આવી રહી છે.

પોલીસ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, શહેરના બાપુનગર વિસ્તારમાં રહેતા આ શ્રમજીવી પરિવારના બાળકોમાંથી કેટલાક બાળકો નજીકમાં આવેલા કારખાનામાં મજુરી કામ કરવા માટે જતાં હતા,ત્યાં પણ પોલીસે તપાસ કરી હતી.પરંતુ ત્યાં પણ બાળકો આવ્યા નહી હોવાનું કહેવામાં આવ્યુ હતુ. બાપુનગર વિસ્તારમાં આવેલી એક શ્રમજીવી વસાહતમાં રહેતો બાળક અને તેના ચાર મિત્રો એમ કુલ પાંચ બાળમિત્રો ગત શુક્રવારે સવારે ઘરેથી સ્કુલે જવાનું કહીને સ્કુલમાં બેગમાં કપડા લઈને ઘરેથી નીકળી ગયા હતા અને બે દિવસ સુધી ઘરે પાછા નહિ આવતા પાંચમાંથી એક બાળકની વિધવા માતાએ બાપુનગર પોલીસને આ બાબતની જાણ કરી હતી પોલીસે તપાસ કરી પરંતુ બાળકો નહી મળી આવતા અપહરણ ગુનો નોંધીને હાલ વધુ તપાસ હાથ ધરી છે.

સૂત્રોએ ઉમેર્યુ હતું કે, ગુમ થયેલા પાંચેય બાળકોને ભણવામાં કોઈ રૂચી ન હતી, પાંચમાંથી બે બાળકો તો આ વિસ્તારમાં આવેલા એક કારખાનામાં મજુરી કામ કરવા માટે જતા હતા. બાપુનગર પોલીસે પાંચેય બાળકો જે સ્કુલમાં ભણતા હતા ત્યાં પણ તપાસ કરી હતી તો ત્યાંથી પણ જાણવા મળ્યું હતું પાંચેય બાળકો નિયમિત સ્કુલે આવતા પણ નહતા. બીજી તરફ પોલીસે આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ તથા બસસ્ટેશન અને રેલ્વે સ્ટેશન જેવી જગ્યાઓએ તપાસ શરુ કરી દીધી છે. ઘણીખરી હોટલો અને ગેસ્ટ હાઉસના માલિકોને પણ બાળકોના ફોટા મોકલી આપ્યા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code