પીએમ મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વચ્ચે ફોન પર થઈ વાતચીત – જી 20ને લઈને થઈ ચર્ચા
દિલ્હીઃ- પ્રધાનમંત્રી મોદી સતત વિદેશી નેતાઓના સંપર્કમાં રહેતા હોય છએ અને અનેક બાબતને લઈને ચર્ચાઓ કરતા હોય છએ ત્યારે વિતેલા દિવસે પીએમ મોદીએ અને રષિયાના રાષ્ટ્રપતિ વચ્ચે ફોન પર વાતચીત થી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે પીએમ નરેન્દ્ર મોદીએ સોમવારે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાતચીત કરી હતી. વડાપ્રધાન કાર્યાલય દ્રારા આ બાબતે એક નિવેદનમાં આ જાણકારી આપવામાં આવી છે.
વડા પ્રધાન કાર્યાલયની માહિતી અનુસાર, આ ટેલિફોનિક વાતચીત દરમિયાન, રશિયન રાષ્ટ્રપતિએ નવી દિલ્હીમાં 9-10 સપ્ટેમ્બરના રોજ યોજાનારી G20 સમિટમાં ભાગ ન લેવાની વાત કરી. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પીએમ મોદીને કહ્યું કે આ બેઠકમાં રશિયાનું પ્રતિનિધિત્વ કરવાની જવાબદારી વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવને આપવામાં આવી છે.એટલે કે રાષ્ટ્રપતિના બદલામાંમ રશિયાના વિદેશ મંત્રી જી-20 બેઠકમાં ભાગ લેશે.