1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજકોટના રસરંગ લોકમેળાનો દબદબાભેર પ્રારંભ, મેળાને માણવા લોકો ઉમટી પડ્યાં
રાજકોટના રસરંગ લોકમેળાનો દબદબાભેર પ્રારંભ, મેળાને માણવા લોકો ઉમટી પડ્યાં

રાજકોટના રસરંગ લોકમેળાનો દબદબાભેર પ્રારંભ, મેળાને માણવા લોકો ઉમટી પડ્યાં

0
Social Share

રાજકોટઃ સૌરાષ્ટ્રભરમાં સાતમ-આઠમના પર્વનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે. ગામેગામ લોકમેળાનો પ્રારંભ થઈ ગયો છે. જેમાં રંગાલી રાજકોટમાં પાંચ દિવસના મહામેળાનો પ્રારંભ રાજ્યના કેબિનેટ મંત્રી મુળુ બેરા અને કુંવરજી બાવળીયા દ્વારા કરાયો હતો. જેમાં ખેલૈયાઓ લોક નૃત્યના રંગે રંગાયા હતા. આ લોકમેળાનું નામ ‘રસરંગ લોકમેળો’ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના સૌથી મોટો ગણાતા આ લોકમેળામાં 5 દિવસ દરમિયાન 12 લાખ લોકો ઉમટી પડવાની શક્યતાને લીધે  પોલીસના અધિકારીઓ, જવાનો અને કર્મચારીઓ સહિત 1300 જેટલા જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.

રાજકોટમાં સાતમ-આઠમના મહામેળામાં આ વખતે નવા એનેક આકર્ષણો જોવા મળી રહ્યા છે. મોતનો કૂવો, ચકડોળ-ચક્કરડી, રમકડાં અને ખાણીપીણીના સ્ટોર્સ, જાદુના ખેલ, સહિત વિવિધ આકર્ષણોને માણવા માટે માત્ર રાજકોટ શહેર જ નહીં પણ બહારગામથી લોકો આવી રહ્યા છે. શહેર ડીસીપી ઝોન 2 સુધીરકુમાર દેસાઈએ જણાવ્યું હતું કે, આ વખતે મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડવાની શક્યતા છે. જેમાં આતંકવાદી પ્રવૃત્તિ અટકાવવા તેમજ ચોરી જેવા બનાવો અટકાવવા ખાસ પોલીસને તાલીમ અને સૂચના આપવામાં આવી છે. લોકમેળાના ગ્રાઉન્ડને 6 સેક્ટરમાં ડિવાઈડ કર્યું છે. દરેક સેક્ટરમાં PSI ઇન્ચાર્જ રહી બંદોબસ્તનું નિરીક્ષણ કરશે. સીસીટીવી કેમેરાનો નવો પ્રયોગ કરવામાં આવશે. જેમાં કોઈ ગુનેગાર જોવા મળશે તો તુરંત પોલીસને સીસીટીવી મારફત ખબર પડશે. ગુમ થયેલા બાળકોના ફોટા મોટી સ્ક્રિન પર દેખાડવામાં આવશે. 15 જેટલી જગ્યાએ પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે. DCP, ACP, PI, PSI મળી કુલ 1300 જેટલા જવાનો ખડેપગે રહેશે. સૌરાષ્ટ્ર ભરમાંથી લોકોની સાથે સાથે ગુનેગારો આવી શકે છે. માટે આવા ગુનેગારોને ઓળખી શકાય માટે સૌરાષ્ટ્રભરના જિલ્લામાંથી ખાસ પોલીસને બોલાવવામાં આવી છે. ગુનેગારી અટકાવવા પણ પ્રયાસ કરવામાં આવશે. લોકમેળાની આસપાસ ફ્રી પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ 4 કરોડ રૂપિયાનું વીમા કવચ લેવામાં આવ્યું છે. દિવસમાં મિકેનિકલ ટીમ દ્વારા તમામ રાઇડ્સની ચકાસણી કરવામાં આવશે. જ્યારે 15 વોચ ટાવર પરથી વીડિયોગ્રાફીથી નજર રાખવામાં આવશે.

રંગીલા રાજકોટના લોકમેળામાં મોજ માણવા આવતા લોકોની સુરક્ષા માટે તમામ પગલાં લેવામાં આવ્યા છે. લોકોની સુરક્ષા અને સુવિધા માટે ચાર કંટ્રોલરૂમ બનાવવામાં આવ્યા છે. જરૂરિયાતના સમયમાં આ કંટ્રોલરૂમ પર સંપર્ક કરી શકાશે. જેમાં લોકમેળા સમિતિ, પોલીસ કન્ટ્રોલ, રાજકોટ મહાનગરપાલિકા અને PGVCL તથા ઇલેક્ટ્રિક કંટ્રોલરૂમ તૈનાત કરવામાં આવ્યા છે

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code