વાસ્તુ: ઘરમાંથી વસ્તુને આજે જ કરી દેજો દૂર, ન કરતા આવી ભૂલ, નહીં તો…
વાસ્તુ પ્રમાણે ચાલવુ અને વાસ્તુને અનુસરવું તે જીવનમાં એટલું જ જરૂરી છે જેટલું સમય પર ભોજન કરવું અને પાણી પીવુ. કારણ કે આપણા ઘરમાં રહેલી વસ્તુઓ ક્યારેક એવી હોય છે કે જેને ઘરમાં ન રાખવી જોઈએ. આની પાછળનું કારણ એ છે કે આ પ્રકારની વસ્તુઓને રાખવાથી ઘરમાં અશાંતિનો માહોલ બનેલો રહેતો હોય છે, તો ક્યારેક ઘરમાં કોઈ બીમાર પણ રહેતું હોય છે.
તો સૌથી પહેલા તો એ વાત પર ધ્યાન આપો કે, ઘરમાં ક્યારેય ડુબતી નૌકાનું કોઈ ચિત્ર ન લગાવવું જોઈએ। ડુબતી નૌકાને પતનનું પ્રતિક માનવામાં આવ્યું છે. વાસ્તુશાસ્ત્રના હિસાબે ઘરમાં ડુબતી નૌકાની પેંટીગ લગાવવાથી ઘરના સદસ્યોની વચ્ચે દુરીઓ વધવા માંડે છે.
આ ઉપરાંત દુઃખ કે ઉદાસીવાળા ફોટા કે પેંટીગ્સને ઘરમાં લગાવવી ન જોઈએ. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આવી પેટીંગ્સ જિંદગીમાં ડિપ્રેશન લાવે છે. અને સાથે સાથે તે પણ જાણવું જોઈએ કે કહેવામાં આવે છે કે ઘરમાં સુકાયેલું ફુલ કે છોડ રાખવું ન જોઈએ. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે સુકાયેલા ફુલ ઘરમાં નકારાત્મક ઉર્જા લાવે છે.
શોપીસ કે ફોટાના રૂપમાં તાજમહેલ ઘરમાં રાખવું જોઈએ નહીં. તે એક કબર છે અને મૃત્યુનુ પ્રતિક છે. લોકો ભલે તેને પ્રેમનું પ્રતિક માને પણ વાસ્તવમાં આ મુગલ બાદશાહ શાહજહાની પત્ની મુમતાઝની કબર છે. તે માટે મોત અને દુઃખની નિશાની પણ છે. તેનાથી ઘરમાં નકારાત્મકતા પ્રભાવ લાવે છે.