1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. E-ચલણ બાકી હોવાનું કહી, વાહન ચાલકો સાથે ઓનલાઈન ઠગાઈ કરતો શખસ ઝારખંડથી પકડાયો
E-ચલણ બાકી હોવાનું કહી, વાહન ચાલકો સાથે ઓનલાઈન ઠગાઈ કરતો શખસ ઝારખંડથી પકડાયો

E-ચલણ બાકી હોવાનું કહી, વાહન ચાલકો સાથે ઓનલાઈન ઠગાઈ કરતો શખસ ઝારખંડથી પકડાયો

0
Social Share

અમદાવાદઃ  ગુજરાતમાં સાયબર ક્રાઈમના ગુનાઓ વધતા જાય છે. ત્યારે ઈ-ચલણ બાકી હોવાનું કહીને ગઠિયાઓ ઓનલાઈન નકલી વેબની લીન્ક માકલીને દંડ ભરવતા હતા. આ કૌભાંડ ઘણા સમયથી ચાલી રહ્યું હતુ. 500 કે 1000 રૂપિયા જેટલી રકમમાં ઠગાયાની ખબર પડ્યા બાદ પણ વાહનચાલકો  નાની રકમ હોવાથી ફરિયાદ કરવાની માથાકૂટમાં પડતા નહતા. તેથી ઠગાઈ કરતા ગઠિયાના મજા પડી ગઈ હતી. પણ અંતે તેનો ભાંડો ફૂટ્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઈ-ચલણના નામે રૂપિયા પડાવતી ગેંગના એક સભ્યની ધરપકડ કરીને ઈ ચલણ ભરવા માટેની ખોટી વેબસાઈટ બનાવીને ફોન કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે

સૂત્રોના જણાવ્યા મુજબ  શહેરમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનારાઓને ઈ-ચલણથી દંડ ફટકારવામાં આવે છે. લોકો ઈ-ચલણનો દંડ ઓનલાઈન ભરતા હોય છે. ત્યારે હવે લોકોને ઓટીપી અને લિંક મોકલીને લૂંટી લેનારા લૂંટારાઓએ ઈ-ચલણને નામે પણ લૂંટવાનું શરૂ કરી દીધું છે. ટ્રાફિક પોલીસના નામે ઈ ચલણ ભરવા માટે એક ગેંગ સક્રિય થઈ ગઈ હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઈ-ચલણના નામે રૂપિયા પડાવતી ગેંગના એક સભ્યની ધરપકડ કરીને ઈ ચલણ ભરવા માટેની ખોટી વેબસાઈટ બનાવીને ફોન કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે.અમદાવાદ પોલીસ ટ્રાફિક ડિપાર્ટમેન્ટમાંથી બોલું છું, તમારો ઈ મેમો ભરવાનો બાકી છે. ઈ મેમો નહિ ભરો તો તમારી અટકાયત કરવા માટે પોલીસ ઘરે આવશે અને કોર્ટમાં પેનલ્ટી સાથે દંડ ભરવો પડશે. આ ગેંગ દ્વારા આ પ્રકારનો ફોન કરવામાં આવતો હતો. વાહનચાલકોને કરેલા કોલમાં ગુજરાત પોલીસનો લોગો લગાવવામાં આવતો હતો. જેથી લોકો પોલીસમાંથી ફોન આવ્યો હોવાનું સાચુ માની લેતા હતા.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતુ કે, આરોપીઓ ગૂગલમાં અમદાવાદ ટ્રાફિક ફાઈન ટેક્સ સર્ચ કરતાં હતાં. ત્યાર બાદ અમદાવાદ શહેરનું પેજ ઓપન કરીને તેમાં ઈ ચલણની સિસ્ટમનું પોર્ટલ ઓપન કરવામાં આવતું હતું. આ પોર્ટલમાં અમદાવાદ પાર્સિંગનાં વાહનના કોઈ પણ નંબર રેન્ડમલી નાખવામાં આવતા હતા. જે વાહનના ઈ ચલણ બાકી હોય તે નંબર લખી લેવામાં આવતો હતો. બાદમાં આ વાહનનો નંબર રોયલ સુંદરમ રિન્યુઅલ નામની વેબ સાઇડ પર ઇન્સ્યોરન્સ પેજમાં આ વાહનના નંબર નાખી તેના ચેસીસ નંબર મેળવતા હતા. આરોપીઓ પાસે વાહનના ચેસીસ નંબર આવી ગયા બાદ પરિવહન એપ્લિકેશનમાં વાહન અને ચેસીસ નંબર નાખતા વાહન ચાલકની તમામ ડીટેલ અને મોબાઈલ નંબર પણ મળી જતો હતો.ત્યાર બાદ અમદાવાદ ટ્રાફિક પોલીસના ચલણ પેમેન્ટ સિસ્ટમના વેબ પેજ પર વાહનના ઈ મેમોની વિગતો મેળવતા હતા અને બાદમાં જે તે વાહન ચાલકના મોબાઈલ નંબર ઉપર કોલ કરતા હતા. વાહન ચાલકોને ફોન કરી તેમના ઈ મેમોની વિગત જણાવતા હતા અને તે દંડ નહીં ભરે તો તેમના ઘરે પોલીસ આવશે અને કોર્ટમાં તેમણે દંડ ભરવો પડશે તેવું જણાવતા હતા. જો સામેથી વાહન ચાલક દંડ ભરવા તૈયાર થઈ જાય તો તેમને આરોપીઓ ક્યુઆર કોડ અથવા તો તેમણે બનાવેલી ખોટી વેબસાઈટની લીંક મોકલતા હતા. જેના આધારે વાહન ચાલક તે ખોટી વેબસાઈટમાં પોતાના ચલણની રકમ ભરતા હતા. આરોપીઓ વાહન ચાલકને જણાવતા કે તેમનો ઈ મેમો આગામી 72 કલાકમાં ક્લિયર થઈ જશે .

આ કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝારખંડના રાંચીના સુધાંશુ ઉર્ફે ચીકુ મિશ્રાની ધરપકડ કરી છે. તેની પુછપરછમાં એવી વિગતો મળી છે. કે, સુધાંશુ મિશ્રા અગાઉ સ્ટોક માર્કેટિંગનું કામ કરતો હતો અને લોકડાઉન બાદ તે કોલકત્તા ગયો હતો. કોલકત્તામાં સુધાંસુની ઓળખાણ રાજેશ સાથે થઈ હતી. રાજેશ અમદાવાદ ટ્રાફિક પોલીસના ઈ મેમોના ફાઈનનું ગેરકાયદેસર કામ કરતો હતો અને રાજેશે સુધાંશુને આ કામ કરવા માટેની ટ્રીક બતાવી હતી. સુધાંશુએ રાજેશ સાથે 15 દિવસ કામ પણ કર્યું હતું. ત્યારબાદ સુધાંશુ ફરીથી ઝારખંડના ધનબાદ ખાતે આવ્યો અને રાજેશ પાસેથી શીખેલું કામ કરવા સુધાંશુએ મિત્ર સપ્તમકુમારને તૈયાર કર્યો હતો. બંને મળી જાન્યુઆરી 2023થી ઓગસ્ટ 2023 સુધીમાં ઘણા બધા વાહન ચાલકો પાસેથી અમદાવાદ ટ્રાફિક પોલીસના કલેક્શન ડિપાર્ટમેન્ટમાંથી બોલતા હોવાનું જણાવી લાખો રૂપિયા પડાવ્યા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code