આંધ્રપ્રદેશનાપૂર્વ સીએમ એન ચંદ્રબાબુ નાયડુની ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ
દેશભરમાં ભ્રષ્ટાચાર મામલે તપાસ એજન્સીો સખઅત બનીને કાર્યવાહી કરી રહી છએ ત્યારે હવે સીબીઆઈના સકંજામાં આંઘ્રપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી સંડોવાયા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે તેલુગુ દેશમ પાર્ટીના વડા ચંદ્રબાબુ નાયડુની આજરોજ સવારે કથિત ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.
આ સમગ્ર મામલે પોલીસ અધિકારીએ જણાવ્યું કે પૂર્વ મુખ્યમંત્રીની સીઆઈડી દ્વારા સવારે 6 વાગ્યે નંદ્યાલા શહેરના જ્ઞાનપુરમ ખાતેના આરકે ફંક્શન હોલમાંથી ધરપકડ કરવામાં આવી હતી.
જાણકારી અનુસાર SIT અને સીઆઈડી અધિકારીઓએ કૌશલ્ય વિકાસ કૌભાંડ કેસમાં ચંદ્રબાબુ નાયડુની ધરપકડ કરી છે. ચંદ્રાબાબુ નાયડુની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે સીઆઈડીએ તેમની સામે ધરપકડ વોરંટ જારી કર્યું હતું.
નાયડુને પાઠવવામાં આવેલી નોટિસમાં,સીઆઈડીની આર્થિક અપરાધ શાખાના નાયબ પોલીસ અધિક્ષક એમ. ધનુનજુડુએ કહ્યું, “તમને જાણ કરવામાં આવે છે કે તમને સવારે 6 વાગ્યે આરકે ફંક્શન હોલ, જ્ઞાનપુરમ ખાતેથી ધરપકડ કરવામાં આવી છે… નોટિસ અનુસાર. , આંધ્ર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનની IPCની સંબંધિત કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી છે, જેમાં કલમ 120B કે જે ગુનાહિત કાવતરું, 420 કે જે છેતરપિંડી અને અપ્રમાણિકપણે મિલકતની ડિલિવરી કરવા માટે પ્રેરિત કરવી અને 465 કે જે બનાવટીનો સમાવેશ થાય છે.
ટીડીપી પ્રમુખ અને આંધ્રપ્રદેશના પૂર્વ સીએમ એન ચંદ્રબાબુ નાયડુના વકીલે આ અંગેની માહિતી આપી છે. તેમણે કહ્યું કે, CID ચંદ્રબાબુને હાઈ બ્લડ પ્રેશર અને સુગરનું નિદાન થયા બાદ મેડિકલ તપાસ માટે લઈ ગયા છે. અમે જામીન માટે હાઈકોર્ટના દ્વાર ખટખટાવી રહ્યા છીએ.
વર્ષ 2021માં નાયડુ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. આંધ્રપ્રદેશ પોલીસે પૂર્વ ગોદાવરી જિલ્લામાં TDP નેતા અને પાર્ટીના વડા એન ચંદ્રબાબુ નાયડુના પુત્ર નારા લોકેશની પણ અટકાયત કરી હતી.