ભારતની G20ની અધ્યક્ષતામાં ‘એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય’ વિષય ઉપર કામ કરાયુંઃ નિર્મલા સીતારમણ
નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં જી20ની બેઠકમાં ઘોષણાપત્ર જાહેર કરવામાં આવ્યું હતું. જેને લઈને ભારતના નાણા પ્રધાન સીતારમણે કહ્યું કે ભારતની G20ની અધ્યક્ષતામાં એવા ઉકેલો શોધાયા છે જે દરેક સભ્ય સાથે મેળ ખાય છે અને બધા માટે એક સામાન્ય માર્ગ પ્રદાન કરે છે. વધુ સારી અને વધુ અસરકારક બહુપક્ષીય વિકાસીત બેંકો માટે જી20માં કરાર થયાં છે. G20 માને છે કે કોરોના મહામારી પછીની વિશ્વ વ્યવસ્થા તેના પહેલાની વિશ્વ વ્યવસ્થા કરતા અલગ હોવી જોઈએ. નેતાઓએ બહુપક્ષીયવાદને પુનર્જીવિત કરવા પર ભાર મૂક્યો હતો.
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે અમે ભૌગોલિક રાજકીય તણાવના પડકારજનક સમયે રાષ્ટ્રપતિ પદ સંભાળ્યું હતા. આજે હું વિશ્વાસ સાથે કહી શકું છું કે G-20ના ભારતના પ્રમુખપદે આ બાબતને આગળ વધી છે. ભારતના G20 અધ્યક્ષે ‘વન અર્થ, વન ફેમિલી, વન ફ્યુચર‘ થીમ પર કામ કર્યું છે. અમે સ્પષ્ટ છીએ કે વૈશ્વિક ઉકેલોની અમારી શોધમાં કોઈએ પાછળ ન રહેવું જોઈએ. ઘણા દિવસોની અટકળો બાદ શનિવારે G20 સમિટમાં સર્વસંમતિ સધાઈ હતી અને નવી દિલ્હી ઘોષણાપત્રનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. ભારતની મોટી સિદ્ધિનું ઘણા નેતાઓ અને અધિકારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમણે તેને ‘ઐતિહાસિક‘ દસ્તાવેજ ગણાવ્યો હતો અને કહ્યું હતું કે મેનિફેસ્ટો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કલ્પના કરાયેલ માનવ-કેન્દ્રિત વૈશ્વિકીકરણ પર ભાર મૂકે છે.
દરમિયાન જી 20ને લઈને વિદેશ મંત્રી એસ.જયશંકરએ જણાવ્યું હતું કે, ગ્લોબલ સાઉથનો અવાજ વ્યક્ત કરવા માટે 125 દેશ સાથે ચર્ચા કરવામાં આવી છે. જી20 અસાધારણ, સામાજિક ભાગીદારી અને અમારી સંસ્કૃતિને પ્રદર્શિક કરવાનો મોકો છે. જેને ભારતને વિશ્વ માટે તૈયાર કર્યું છે. ઘોષણા મજબુક ટકાઉ સંતુલન પર કેન્દ્રિત છે, જેમાં હરિત વિકાસની ભાગીદારીની પરિકલ્પના કરાઈ છે.