બ્રિટનના પીએમ ઋષિ સુનકે આજે સવારે પત્નિ સાથે અક્ષરઘામ મંદિરની લીઘી મુલાકાત
દિલ્હીઃ- દેશની રાજઘાની દિલ્હી ખાતે જી 20 સમિટના આયોજનનો આજે બીજો દિવસ છે આ સંદર્ભે વિશ્વભરના નેતાઓ ભારતની મુલાકાતે આવ્યા છે ત્યારે અનેક નેતાઓ દિલ્હી ખાતે આજુબાજુના સ્થળોની પણ મુલાકાત લઈ રહ્યા છે આ શ્રેણીમાં બ્રિટનના પીએમ એ દિલ્હીના જાણીતા મંદિર અક્ષરઘામની મુલાકાત લીઘી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે યુનાઇટેડ કિંગડમના વડા પ્રધાન ઋષિ સુનક સમયાંતરે તેમના ધર્મમાં તેમની આસ્થા બતાવી રહ્યા છે. પીએમ બનતા પહેલા હોય કે વડાપ્રધાન બન્યા પછી, તેમણે ઘણી વખત કહ્યું છે કે તેમને હિંદુ હોવા પર ગર્વ છે.
ત્યારે હવે G-20 સમિટમાં ભાગ લેવા ભારત આવેલા ઋષિ સુનકે ફરી એકવાર બતાવ્યું કે તેમને હિંદુ ધર્મમાં કેટલી શ્રદ્ધા છે.આજરોજ રવિવારે સવા સુનક તેની પત્ની સાથે દિલ્હીના અક્ષરધામ મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા હતા. તેઓ અહીં 45 મિનિટ રોકાયા હતા.
અક્ષરધામ મંદિરના નિર્દેશક જ્યોતિન્દ્ર દવેનું કહેવું છે કે ઋષિ સુનક લાંબા સમય સુધી મંદિરમાં રોકાયા હતા. તેમની પૂજા લાંબા સમય સુધી ચાલુ રહી. આ દરમિયાન તેમની સાથે રહેલા લોકો કહેતા હતા કે અમારી પાસે સમય ઓછો છે પરંતુ અમે તેમને કેવી રીતે રોકી શકીએ?
આ સાથે જ મંદિરમાં બ્તેરિટનના પીએમએ અહીં સંપૂર્ણ ભક્તિભાવથી પૂજા કરી હતી. તેમની આંખો અને કાર્યોમાં પ્રેમ અને ભક્તિ કોઈ રાજકીય નેતા કે વડા પ્રધાનનો નહીં, પણ એક ભક્તનો જોવા મળ્યો હતો.
આ સહીત તેમને આખુ મંદિરના દર્શન કરાવાયા હતા અને મંદિરમાંમથી બહાર નીકળતા વખતે ઋષિ સુનકને મંદિરનું એક મોડેલ ભેટમાં આપ્યું જેથી તેઓ મંદિરને યાદ કરી શકે. તેની સાથે તેની પત્ની પણ હાજર રહી હતી.