ગાંધીનગરઃ દરેક લોકોના આધાર કાર્ડ બેન્ક સાથે જોડાયેલા છે. તેના લીધા જો આધારકાર્ડની ચોક્સાઈ દાખવવામાં ન આવે તો ફ્રોડ પણ થઈ શકે છે. મહિના પહેલા રાજકોટમાં વકિલો દસ્તાવેજોમાં પોતાના આધારકાર્ડ જોડતા હતા. જેમાં કેટલાક વકિલો સાથે ફ્રોડ થયાની ફરિયાદો ઉઠી હતી. આ મામલે વકિલોએ ગાંધીનગર સુધી રજુઆતો કરી હતી. આખારે હવે જમીન મિલકતના ખરીદ વેચાણની નોંધણીમાં હવે આધારકાર્ડની નકલ નહીં જોડવા નોંધણી સર નિરીક્ષકે આદેશ કર્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં દસ્તાવેજની નોંધણી કરતી વખતે મિલકત લખી આપનાર અને લખાવી લેનાર ઓળખ આપવા આધાર કાર્ડની નકલ એટેસ્ટેડ કરીને રજૂ કરાતી હતી. જોકે, હાલમાં નોંધણી સર નિરીક્ષક ગાંધીનગરે પરિપત્ર બહાર પાડીને આધાર કાર્ડની નકલ હવે રજૂ નહીં કરવા આદેશ કર્યો છે. જેમાં જણાવ્યું છે કે, દસ્તાવેજમાં ઓળખ માટે આધાર કાર્ડની ખરી નકલ રજૂ કરાય તો તેને દસ્તાવેજના ભાગ તરીકે જોડવાની નથી તેમજ દસ્તાવેજમાં કોઈ પણ જગ્યાએ આધાર કાર્ડના નંબરનો ઉલ્લેખ કરવાનો નથી. જો પક્ષકારોએ દસ્તાવેજમાં આધાર નંબરનો ઉલ્લેખ કરવો હોય તો માત્ર છેલ્લા 4 આંકડા લખવાના રહેશે તેમજ નોંધણી વખતે રજૂ થતા દસ્તાવેજના પ્રથમ પાના પર દસ્તાવેજ રજૂ કરનારનો ફોટો કે અંગૂઠાની છાપ આપવાની રહેશે નહીં. આધાર કાર્ડની નકલ અને આંગળીની છાપનો દુરુપયોગ થવાની શક્યતાને ધ્યાને લઇને આ નિર્ણય કરવામાં આવ્યો છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં સાયબર ફ્રોડની ઘટના દિવસેને દિવસે વધી રહી છે જેમાં દરરોજ કોઈના કોઈ રીતે નિર્દેોષ લોકો ભોગ બને છે મહિના પહેલા એક સાયબર ફ્રોડની ઘટના રાજકોટમાં બની હતી જેમા 35 જેટલા વકીલો આ સાયબર ફ્રોડનો ભોગ બન્યા હતા. આધારકાર્ડ બેન્ક સાથે જોડાયેલા હોવાથી આધારકાર્ડની છેલ્લા ચાર આંકડા સાથેની નકલ આપવાનું હવે કહેવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં દસ્તાવેજની નોંધણી કરતી વખતે મિલકત લખી આપનાર અને લખાવી લેનાર ઓળખ આપવા આધાર કાર્ડની નકલ એટેસ્ટેડ કરીને રજૂ કરાતી હતી. જોકે, હાલમાં નોંધણી સર નિરીક્ષક ગાંધીનગરે પરિપત્ર બહાર પાડીને આધાર કાર્ડની નકલ હવે રજૂ નહીં કરવા આદેશ કર્યો છે.