1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગાંધીનગરમાં ઈલેક્ટ્રિક વ્હીકલ માટે દર ત્રણ કિલોમીટરે એક ચાર્જિંગ સ્ટેશન બનાવાશે
ગાંધીનગરમાં ઈલેક્ટ્રિક વ્હીકલ માટે દર ત્રણ કિલોમીટરે એક ચાર્જિંગ સ્ટેશન બનાવાશે

ગાંધીનગરમાં ઈલેક્ટ્રિક વ્હીકલ માટે દર ત્રણ કિલોમીટરે એક ચાર્જિંગ સ્ટેશન બનાવાશે

0
Social Share

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં ઈલેક્ટ્રિક વ્હીકલ વધતા જાય છે. ત્યારે ઇલેક્ટ્રીક વાહનોને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે ગાંધીનગર શહેરની ઇલેક્ટ્રીકલ વ્હીકલ પોલીસીને  મ્યુનિ.કોર્પોરેશનની સ્ટેન્ડીંગ કમિટી દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ સાથે પોતાની અલાયદી પોલીસી ધરાવનાર ગાંધીનગર દેશનું પ્રથમ પાટનગર બન્યું છે. 196 ચોરસ કિલોમીટર વિસ્તાર ધરાવતા ગાંધીનગર શહેરમાં દર ત્રણ કિલોમીટરે એક ચાર્જીંગ સ્ટેશન બનશે. જે મુજબ કુલ 22 જેટલા ચાર્જીંગ સ્ટેશન ડેવલપ કરવામાં આવશે.

ગાંઘીનગર મ્યુનિ.કોર્પોરેશનના સૂત્રોના જણાવ્યા મુજબ  શહેરમાં ઇલેક્ટ્રીક વાહનોનો ઉપયોગ વધે તે માટે આ પોલીસી બનાવવામાં આવી છે. શહેરમાં જે વિસ્તારોમાં અવરજવર વધારે રહેતી હોય અને હાઇવે સહિતના એપ્રોચ હોય તેવા વિસ્તારોમાં ચાર્જીંગ સ્ટેશન શરૂ કરવામાં આવશે. આ માટે ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશને કન્સલ્ટન્સી પણ રોકી છે. આ પોલીસીનો અમલ થતા હવે ખાનગી વાહનો અને પબ્લીક ટ્રાન્સપોર્ટમાં ઇલેક્ટ્રીક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન મળે તેવા પ્રયાસ મ્યુનિ. દ્વારા કરવામાં આવશે.

ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનના પદાધિકારીઓ અને અધિકારીઓ પણ ઇલેક્ટ્રીક વાહનોનો ઉપયોગ કરશે. ભાડેથી લેવાયેલા વાહનોમાં પણ અમુક ટકા ઈલેક્ટ્રિક વ્હીકલ રાખવામાં આવશે. શહેરમાં દર વર્ષે 5થી 8 ટકાનો ઈલેક્ટ્રિક વ્હીકલનો ગ્રોથ થાય તેવા પ્રયાસ કરવાનો મ્યુનિની સ્ટેન્ડિંગ કમિટીએ નિર્ણય લીધો છે.

મ્યુનિ,કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના કહેવા મુજબ શહેરમાં ઇલેક્ટ્રીક વાહનોને પ્રોત્સાહન આપવાની નીતિનો અમલ શરૂ કરાયા બાદ મ્યુનિ. દ્વારા વર્ષ 2026 સુધીમાં ઇવીમાં 25 ટકા સુધીના ઇવીનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. જે મુજબ ટુ વ્હીલરમાં 15 ટકા, થ્રી વ્હીલરમાં 25 ટકા, ખાનગી ફોર વ્હીલરમાં 5 ટકા અને કોમર્શિયલ ફોર વ્હીલરમાં 8 ટકા ઇવીનો લક્ષ્યાંક રખાયો છે.  શહેરમાં માત્ર 3082 ઇલેક્ટ્રીક વાહનો નોંધાયેલા છે. જોકે છેલ્લા ત્રણ વર્ષમાં ઇવીની સંખ્યામાં ઉત્તરોતર વધારો થયો છે. વર્ષ 2020 પહેલા શહેરમાં 142 ઇવી હતા. વર્ષ 2021માં નવા 339 ઇવી નોંધાયા હતા તે પછી 2022માં 1486 અને 2023માં 8 મહિનામાં 1115 ઇવીની નોંધણી થઇ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code