પીએમ મોદીએ MPની મુલાકાતે, રૂ. 50,700 કરોડથી વધુના પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો- રેલીને સંબોઘતા I.N.D.I.A. પર સાઘ્યુ નિશાન
ઈન્દોરઃ આજરોજ ગુરુવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મધ્ય પ્રદેશની મુલાકાતે છે ,પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે મધ્યપ્રદેશના બીના પહોંચ્યા. જ્યાં તેઓ સભાને સંબોધિત કરી છે. તેમણે અહીં બીના રિફાઈનરીમાં ‘પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સ’ અને રાજ્યભરમાં દસ નવા ઔદ્યોગિક પ્રોજેક્ટ સહિત રૂ. 50,700 કરોડથી વધુના પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો.
પીએમ મોદીએ કહ્યું કે મધ્યપ્રદેશમાં રૂ. 50,000 કરોડના પ્રોજેક્ટ શરૂ કરવામાં આવી રહ્યા છે; આનાથી રાજ્યના વિકાસને વેગ મળશે. કોઈપણ દેશ કે કોઈપણ રાજ્યના વિકાસ માટે જરૂરી છે કે શાસન સંપૂર્ણ પારદર્શિતા સાથે ચલાવવામાં આવે અને ભ્રષ્ટાચારને નિયંત્રણમાં રાખવામાં આવે. આઝાદી પછી લાંબા સમય સુધી મધ્યપ્રદેશ પર શાસન કરનારાઓએ ભ્રષ્ટાચાર અને ગુના સિવાય રાજ્યને કંઈ આપ્યું નથી. તે સમય હતો જ્યારે અહીં ગુનેગારો સત્તામાં હતા અને લોકોને કાયદો અને વ્યવસ્થામાં વિશ્વાસ નહોતો.