અમદાવાદઃ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની મુશ્કેલીમાં વધારો થયો છે. બદનક્ષીના કેસમાં અમદાવાદની કોર્ટે અરવિંદ કેજરીવાલ અને આપના આગેવાને સંજય સિંહની રિવિઝન અરજી ફગાવી દીધી હતી. માનહાની કેસમાં મેટ્રોપોલિટન કોર્ટે સન્મસ ઈસ્યુ કર્યું હતું. જેની સામે સેશન્સ કોર્ટમાં અરજી કરાઈ હતી. જો કે, સેશન્સ કોર્ટે અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહની અરજી ના મંજુર રાખી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડીગ્રી માંગવા મામલે અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ સતત વધી રહી છે. કેજરીવાલે વડાપ્રધાનની ડિગ્રી સંબંધિત કેસમાં ગુજરાત યુનિવર્સિટીને લઈને કેટલીક વાંધાજનક ટિપ્પણી કરી હતી. જેથી ગુજરાત યુનિવર્સિટીએ અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહ સામે માનહાનિનો કેસ કર્યો હતો. આ અરજી ઉપર મેજિસ્ટ્રેટ કોર્ટે સમન્સ ઈશ્યુ કર્યું હતું. અરવિંદ કેજરીવાલે આ મામલે સુપ્રીમ કોર્ટના પણ દરવાજા ખટખટાવ્યાં હતા. જો કે, અરવિંદ કેજરીવાલને ગુજરાત હાઈકોર્ટમાં જવા નિર્દેશ કરવામાં આવ્યો હતો. ગુજરાત હાઈકોર્ટે આ અરજી પર 10 દિવસમાં નિર્ણય લેવામાં આવે ત્યારે બંને પક્ષોને સાંભળ્યા બાદ સેશન્સ કોર્ટ તેના પર ચુકાદો આપવા નિર્દેશ કર્યો હતો.આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તથા સાંસદ સંજય સિંહ સામે થયેલા બદનક્ષી કેસમાં અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહ દ્વારા અમદાવાદ સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી દાખલ કરવામાં આવી હતી. જો કે અમદાવાદ સેશન્સ કોર્ટે કેજરીવાલની રિવિઝનલ અરજી ફગાવી દીધી છે. અમદાવાદની સેશન્સ કોર્ટના આદેશને ઉપલી કોર્ટમાં પડકારવામાં આવે તેવી શકયતા છે.