1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજકોટમાં 27 સપ્ટેમ્બરે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વન ડે મેચ યોજાશે
રાજકોટમાં 27 સપ્ટેમ્બરે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વન ડે મેચ યોજાશે

રાજકોટમાં 27 સપ્ટેમ્બરે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વન ડે મેચ યોજાશે

0
Social Share

રાજકોટઃ  દેશમાં ક્રિકેટરસિકોમાં એશીયાકપ વન-ડે ક્રિકેટ ટુર્નામેન્ટનો રોમાંચ ચાલી જ રહ્યો છે, ત્યારે રાજકોટના આંગણે  ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે વન-ડે મેચનો ક્રિકેટ મેચ રમાશે. આગામી તા. 27 મી સપ્ટેમ્બરે રાજકોટમાં રમાનારી આ મેચ માટે ટીકીટનું વેચાણ આગામી તા. 17મી સપ્ટેમ્બરથી શરૂ થશે. આવતા મહિનાથી શરૂ થનારા વર્લ્ડ-કપ પૂર્વેની આ અંતિમ મેચ હોવાથી ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

એશીયાકપની સમાપ્તિ બાદ આવતા સપ્તાહે વન-ડે શ્રેણી રમવા માટે ઓસ્ટ્રેલીયાની ટીમ ભારત આવવાની છે. બન્ને દેશો વચ્ચે 3 મેચોની આ વન-ડે સીરીઝ છે. પ્રથમ મેચ મોહાલીમાં તથા બીજી વન-ડે ઈન્દોરમાં રમાશે. જ્યારે ત્રીજી વન-ડે 27 મી સપ્ટેમ્બરે રાજકોટમાં રમાશે. સીરીઝનો તથા આઈસીસી વર્લ્ડકપ પૂર્વેની આ આખરી મેચ હશે. એટલે બન્ને દેશોનાં ખેલાડીઓનાં પરફોર્મન્સ, બન્ને ટીમોની રણનીતિ વગેરે પર અન્ય ટીમો તથા ક્રિકેટ રસિયાઓની નજર રહેશે. 27મીના વન-ડે મેચ પૂર્વે ભારત અને ઓસ્ટ્રેલીયા એમ બન્ને દેશોની ટીમો 25 મીએ રાજકોટ આવી જવાની અને બે બે વખત નેટ પ્રેકટીસ કરે તેવી સંભાવના છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી વન ડે મેચ 27મી સપ્ટેમ્બરને બપોરે 1-30 વાગ્યાથી શરૂ થશે. દર્શકોને સવારે 11-30 વાગ્યાથી સ્ટેડીયમમાં એન્ટ્રી મળશે. આ મેચ માટે ટીકીટનું વેંચાણ આગામી રવિવારને 17 મી સપ્ટેમ્બરથી શરૂ થશે. રૂા.1500 થી માંડીને રૂા.10,000 સુધીના ટીકીટના દર નકકી કરવામાં આવ્યા છે. 17મીથી પેટીએમ એપ, પેટીએમ ઈનસાઈડર એપ તથા વેબ મારફત ટીકીટ ઉપલબ્ધ બનશે.

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોના સૂત્રોના કહેવા મુજબ 27મી સપ્ટેમ્બરએ રમાનારા વન-ડે મેચ માટે ભારત અને ઓસ્ટ્રેલીયાની ટીમ 25 મીએ જ રાજકોટ આવી જાય તેવી શકયતા છે ત્યારે બન્ને ટીમોનાં રોકાણ માટે અલગ અલગ હોટેલો રાખવામાં આવી છે. ભારતીય ટીમ કાલાવડ રોડ પર આવેલી હોટેલ સયાજીમાં રોકાશે જયારે ઓસ્ટ્રેલીયન ટીમને હોટેલ ફોર્ચ્યુન ફાળવવામાં આવી છે. 25 મીથી જ આ હોટેલો બુક કરાવી લેવામાં આવી છે.  ક્રિક્રેટ મેચ માટે ટિકિટના ભાવ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં  ઈસ્ટ સ્ટેન્ડના રૂ.1500 ; વેસ્ટ સ્ટેન્ડમાં લેવલ 1ના રૂ.2000, લેવલ 2 & 3 ના 2500 ; સાઉથ સ્ટેન્ડ લેવલ 1 & 2 ના 8500 (ભોજન સાથે), લેવલ 3 ના 3000 તથા સાઉથ અને વેસ્ટ બોક્સમાં પ્રતિ ટિકિટના રૂ.10000 (ભોજન સાથે) રાખવામાં આવ્યા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code