અમદાવાદમાં પોલીસ કમિશનર કચેરીની પાસે મંદિરમાં ચોરી, ચાંદીનું છત્તર અને રોકડની ઉઠાંતરી
અમદાવાદ: શહેરમાં જાણે તસ્કરોને પોલીસનો કોઈ ડર ન હોય તેમ ચોરીની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. દરમિયાન શહેરના માધુપુરા વિસ્તારમાં આવેલી પોલીસ કમિશનર કચેરીની બરાબર સામે જ આવેલા અંબાજી મંદિરમાં ચોરીની ઘટના બની છે. શહેરના પોલીસ વડાની કચેરી નજીક જ બનેલા આ બનાવથી સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. પ્રાથમિક માહિતી અનુસાર, […]


