શાહરુખ ખાનની ફિલ્મ ‘જવાન’ એ રિલીઝના 11 મા દિવસે વર્લ્ડવાઈડ રેકોર્ડ બનાવ્યો, કરી તાબડતોડ કમાણી
મુંબઈઃ બોલિવૂડ કિંગખાન શાહુરુખની ફિલ્મ જવાન રિલીઝ થયા બાદ ચર્ચામાં આવી છે આ ફિલ્મ તાબડતોડ કમાણી કરી રહી છે એટલું જ નહી ફિલ્મે એડવાન્સ બુકિંગમાં અમેરિકામાં પણ બાજી મારી હતી ત્યારે હવે ફિલ્મ એ રિલીઝના 11 દિવસે રેકોર્ડ તોડ્યો છે.
ફિલ્મ જવાન એ બોક્સ ઓફિસ કલેક્શન દિવસ 11 દિવસે રેકોર્ડ તોડ કમાણી કરી સૌને ચોંકાવી દીઘા છે શાહરૂખ ખાનની જવાન બીજા અઠવાડિયામાં, સપ્તાહના અંત સુધીમાં એટલે કે રવિવારે, જવાને સૌથી વધુ કમાણી કરી છે, જે કોઈ રેકોર્ડથી ઓછી નથી. જોકે, ફિલ્મનું વર્લ્ડવાઈડ કલેક્શન કે જે 800 કરોડને પાર કરી ગયું છે. આ ફિલ્મ હવે ભારતમાં 500 કરોડ રૂપિયા કલેક્શન કરવા માટે તૈયાર છે.
શાહરુખની ફિલ્મ જવાને 11માં દિવસે 36.50 કરોડ રૂપિયાની કમાણી કરી છે, જેના પછી ભારતમાં ફિલ્મનું કુલ કલેક્શન ભારતમાં 477.28 કરોડ રૂપિયા થઈ ગયું છે. વિશ્વવ્યાપી કલેક્શનની વાત કરીએ તો જવાને વિશ્વભરમાં 800.1 કરોડ રૂપિયાનો આંકડો હાંસલ કર્યો છે,એટલે કે હવે ભારતમાં આ ફિલ્મ 500 કરોડનો આકંડો પાર કરવાની તૈયારીમાં છે.
ફિલ્મે પહેલા દિવસે 75 કરોડ રૂપિયા, બીજા દિવસે 53.23 કરોડ રૂપિયા, ત્રીજા દિવસે 77.83 કરોડ રૂપિયા, ચોથા દિવસે 80.1 કરોડ રૂપિયા, પાંચમાં દિવસે 32.92 કરોડ રૂપિયા, 26 કરોડ રૂપિયાની કમાણી કરી છે. છઠ્ઠા દિવસે, સાતમા દિવસે રૂ. 23.2 કરોડ અને આઠમા દિવસે રૂ. 21.6 કરોડ. જે પછી સાપ્તાહિક કલેક્શન રૂ. 389.88 કરોડ હતું. ફિલ્મે નવમા દિવસે 19.1 કરોડ રૂપિયા અને 10માં દિવસે 31.8 કરોડ રૂપિયાની કમાણી કરી છે, જે બીજા સપ્તાહમાં સૌથી વધુ કમાણી કરનાર બીજા ક્રમે છે.