જાણો ગણેશ ચતુર્થીના દિવસે કેવી રીતે કરવી મૂર્તિની સ્થાપના મુહૂર્ત-પૂજા વિધિ અને વિસર્જનની તારીખ
ગણેશજીને બુદ્ધિ અને વિવેકના દેવતા માનવામાં આવે છે. ગણેશ ચતુર્થીના દિવસે દરેક ઘરમાં ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરવામાં આવે છે અને 10 દિવસ સુધી તેમની વિધિ-વિધાનથી પૂજા કરવામાં આવે છે.
ગણેશ ચતુર્થીના દિવસે શુભ મુહૂર્તમાં ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરવાથી શુભ ફળ મળે છે અને ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. તેથી, તમારે પણ ગણેશની સ્થાપના કરતી વખતે શુભ મુહૂર્તનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
આ વર્ષે ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરવાનું શુભ મુહૂર્ત 19 સપ્ટેમ્બર 2023ના રોજ સવારે 11.07 વાગ્યાથી શરૂ થશે અને 19 સપ્ટેમ્બરે બપોરે 1:34 વાગ્યા સુધી ચાલશે. આ શુભ સમયે તમે તમારા ઘરમાં ગણપતિ બાપ્પાનું સ્વાગત પણ કરી શકો છો.
વૈદિક પંચાંગ અનુસાર આ વર્ષે ભાદરવો શુક્લ પક્ષની ચતુર્થીની શરૂઆત 18 સપ્ટેમ્બર બપોરે 2 વાગ્યાને 9 વાગ્યે શરુ થશે અને 19 સપ્ટેમ્બરે બપોરે 3 વાગ્યાને 13 મિનિટ પર સમાપ્ત થશે, માટે ઉદયતિથી પ્રમાણે 19 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીથી ઉજવાશે. ત્યારે દસ દિવસ પછી અનંત ચૌદસ એટલે 28 સપ્ટેમ્બરના રોજ બાપ્પાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે.
હિન્દુ ધર્મમાં ભાદરવા શુક્લ પક્ષની ચતુર્થીના રોજ દેશભરમાં હર્ષોઉલ્લાસ સાથે ગણેશ ચતુર્થીની શરૂઆત થઇ જાય છે. આ પર્વનો જશ્ન 10 દિવસ સુધી ઉજવવામાં આવે છે.