1. Home
  2. ગુજરાતી
  3. દેશ જે દિશામાં આગળ વધી રહ્યો છે, તેથી ઈચ્છીત પરિણામ પ્રાપ્ત થશેઃ પીએમ મોદી
દેશ જે દિશામાં આગળ વધી રહ્યો છે, તેથી ઈચ્છીત પરિણામ પ્રાપ્ત થશેઃ પીએમ મોદી

દેશ જે દિશામાં આગળ વધી રહ્યો છે, તેથી ઈચ્છીત પરિણામ પ્રાપ્ત થશેઃ પીએમ મોદી

0
Social Share

દિલ્હીઃ- પીએમ મોદીએ કહ્યું કે આ સેન્ટ્રલ હોલ આપણી ભાવનાઓથી ભરેલો છે. અમે વિકસિત ભારતના સંકલ્પને પુનરાવર્તિત કરી રહ્યા છીએ. નવા સંસદ ભવનમાં નવા ભવિષ્યનું ઉદ્ઘાટન. સેન્ટ્રલ હોલમાં ત્રિરંગો લહેરાવવામાં આવ્યો હતો. બંધારણે પણ અહીં આકાર લીધો. 1952 થી, વિશ્વના 41 રાષ્ટ્રીય રાષ્ટ્રપતિઓએ અહીં સંબોધન કર્યું છે.

નવી સંસદભવનમાં પ્રવેશ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેન્ટ્રોલ હોલમાં સભ્યોને જણાવ્યું હતું કે, આઝાદી પહેલા આ ખંડ એક પ્રકારે લાઈબ્રેરી તરીકે ઉપયોગ થતો હતો. જો કે, બાદ અહીં સંવિધાનસભાની બેઠકો શરૂ થઈ હતી, અહીં લંબાણપૂર્વકની ચર્ચા બાદ આપણા સંવિધાને આકાર લીધો હતો. અહીં 1947માં અંગ્રેજ સરકારે સત્તા હસ્તાતરણ કર્યું હતું. જેનું સાક્ષી આપણુ સેન્ટ્રલ હોલ છે. આ હોલમાં જ ભારતના તિરંગાને અપનાવવામાં આવ્યું, આપણા રાષ્ટ્રગાનને અપનાવાયું. આઝાદી બાદ તમામ સરકારમાં અનેક પ્રસંગ્ર આવ્યા ત્યારે બંને ગૃહના સભ્યોએ ભારતના ભાગ્યને લઈને વિચાર કરીને નિર્ણય લીધો હતો.

છેલ્લા સાત દસકમાં જે સાથીઓ આ જવાબદારીઓમાં પસાર થતા છે, અનેક કાનૂન અને સંસોધનનો હિસ્સો રહ્યાં છે. લગભગ 4 હજારથી વધારે કાનૂન અત્યાર સુધીમાં પાસ થયાં છે. જોઈન્ટ સેશન્સ મારફતે કાનૂન પાસ કરવા માટે રણનીતિ બનાવી પડી. અનેક કાનૂન સયુક્ત સત્રમાં પાસ થયા છે. આ સંસદમાં મુસ્લિમ બહેનોને ન્યાયની આશા હતી તે કેટલીક ભુલ સુધારીને 3 તલાક કાનૂન પાસ કર્યો હતો. આપણે સંસદમાં આર્ટીકલ 370થી મુક્તિ મેળવવા અને આતંકવાદ સામે લડાઈ લડવાનું પગલુ ભરવા મળ્યું, આ મહત્વની કામગીરીમાં સાંસદો અને સંસદની મોટી ભૂમિકા રહી છે. જમ્મુ-કાશ્મીરમાં આ સંસદમાં જ બનેલુ સંવિધાન લાગુ કરવામાં આવ્યું છે. આજે જમ્મુ-કાશ્મીર શાંતિ અને વિકાસ સાથે આગળ વધવા પ્રતિબધ બન્યું છે. જમ્મુ-કાશ્મીરના લોકો પણ વિકાસની હરણફાડ ભરવાનો મોકો છોડવા માંગતા નથી.

લાલકિલ્લા ઉપરથી કહ્યું હતું કે, આ જ સમય છે સાચો સમય છે. એક પછી એક ઘટના ઉપર નજર કરીએ તો તમામ ઘટના સાક્ષી છે કે, આજે ભારત નવી ચેતના સાથે પુન-જાગૃત થઈ ચુક્યું છે. ભારત નવી ઉર્જાથી ભરાયું છે. આજ ચેતના અને ઉર્જા દેશની પ્રજાના સંકલ્પને પૂર્ણ કરશે. દેશ જે દિશામાં આગળ વધી રહ્યો છે, જેથી ઈચ્છીત પરિણામ પ્રાપ્ત થશે. આપણે ગતિ જેટલી ઝડપી કરીશું પરિણામ એટલા ઝડપી મળશે. આજે ભારત પાંચમી અર્થવ્યવસ્થામાં પહોંચ્યું છે અને પ્રથમ 3માં પહોંચવાના સંકલ્પ સાથે આગળ વધી રહ્યું છે. હું વિશ્વાસથી કહું છું કે, ભારત ટોપ થ્રીમાં પહોંચશે તેવો દુનિયાને વિશ્વાસ છે. ભારતનું બેન્કીંગ સેક્ટર પોતાની મજબુતીને કારણે દુનિયામાં સકારાત્મક ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. ટેનોકોલોજીને લઈને ભારતનો યુવાન જે રીતે આગળ વધી રહ્યો છે તેને દુનિયાએ પણ સ્વિકાર્યું છે. આપણે ભાગ્યવાન લોકો છીએ, આપણે આવા સમયમાં મહત્વની જવાબદારી નિભાવાનું ભાગ્ય મળ્યું છે. ગુલામીની ઝંઝરીએ ભાવાનોએને તહેસનહેસ કરી નાખ્યાં હતા. આઝાદ ભારતમાં લડી રહ્યાં હતા, હવે જ્યાં પહોંચ્યા છે ત્યાર રોકાવા નથી માગતા અને નવા લક્ષ્યાંક હાંસલ કરવા માંગે છે.

આજે આત્મનિર્ભર ભારતની સમગ્ર દુનિયામાં ચર્ચા થઈ રહી છે. ભારત સંરક્ષણ સહિત તમામ ક્ષેત્રોમાં આત્મનિર્ભર બન્યું છે. આજે યુવાનો ખેલજગતમાં ભારતને ઓળખ આપી રહ્યાં છે. તેમજ દેશનું ગૌરવ વધારી રહ્યાં છે. આજે હિન્દુસ્તાન યુવા દેશ છે, સૌથી વધારે વસ્તીમાં સૌથી વધારે યુવાનો છે. જે દેશ પાસે યુવા શક્તિ હોય તો અમને તેમના ટેલેન્ડ અને શક્તિ ઉપર વિશ્વાસ છે. દેશનો યુવાન દુનિયામાં પ્રથમ પંક્તિમાં હોવો જોઈએ. આજે ભારત વિશ્વની આવશક્યતા પુરી કરવા માટે ભારત સશક્ત છે. સ્કિલમેપિકિંગનું કામ ચાલી રહ્યું છે. સ્કિલ ડેવલપમેન્ડ ઉપર સતત કામ કરવામાં આવી રહ્યું છે. ભારતીય જ્યાં પણ ગયો છે ત્યાં અચ્છાઈ અને કંઈ કરી જવાની છાપ છોડી છે. દરેક નાની વસ્તુ ઉપર ધ્યાન કેન્દ્રીત કરીને આપણે આગળ વધવાનું છે અને ભવિષ્ય માટે જરુરી નિર્ણય લેવા પડશે. સેમેકન્ડકટરની દિશામાં આગળ વધી રહ્યાં છીએ. જળજીવન મિશન, દરેક જિલ્લામાં 75 અમૃત સરોવર ઉપર કામ થઈ રહ્યું છે. સમયની માગ છે કે, એવા ભારતનું નિર્માણ કરી કે, નોલેજ અને ઈનોવેશન. જે દુનિયાની માગ પણ છે. ચંદ્રયાન-3ની સફળતા બાદ યુવાનોમાં વિજ્ઞાન માટે આકર્ષણ વધ્યું છે, જેથી યુવાનોને રિસર્ચ માટે જરુરી વ્યવસ્થા પુરી પાડવાની છે. સામાજીક ન્યાય આપણી પહેલી શરત છે. સામાજીક ન્યાયની ચર્ચાને વ્યાપક રીતે જોવી જોઈએ. ગરીબના ઘર સુધી રોડ અને તેના બાળકને શિક્ષણ અને આરોગ્ય મળી જાય તો સામાજીક ન્યાય છે. દેશનો કોઈ હિસ્સો રહી જાય તો સામાજીક ન્યાયની વિરોધ છે. પૂર્વીય વિસ્તારને સમૃદ્ધ બનાવવો પડશે.

રાજ્યસભા અને લોકસભાના અધ્યક્ષને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અપીલ કરી હતી કે,  નવા સદનમાં જઈ રહ્યાં છીએ, ત્યારે આની ગરમી ક્યારેક ઓછી ના થવી જોઈએ, આને જુની પાર્લામેન્ટ કહીને છોડી દે તે યોગ્ય નથી. આને સંવિધાનસદન તરીકે ઓળખવામાં આવે, જ્યારે સંવિધાનસદન કહી શું તો ત્યારે મહાનુભાવો બેસતા હતા તેમને યાદ કરાશે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code