1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સાવરકૂંડલાના ખડકાળા ગામ પાસે મહુવા-બ્રાન્દ્રા ટ્રેનની અડફેટે સિંહણનું મોત,
સાવરકૂંડલાના ખડકાળા ગામ પાસે મહુવા-બ્રાન્દ્રા ટ્રેનની અડફેટે સિંહણનું મોત,

સાવરકૂંડલાના ખડકાળા ગામ પાસે મહુવા-બ્રાન્દ્રા ટ્રેનની અડફેટે સિંહણનું મોત,

0
Social Share

અમરેલીઃ જિલ્લાના રેવન્યુ વિસ્તારમાં પણ હવે વનરાજો વિહરતા જોવા મળી રહ્યા છે. જેમાં રાજુલા,સાવરકૂંડલા અને ધારી, જીરા સહિતના વિસ્તારોમાં તો રોડ-રસ્તાઓ પર ગમે ત્યારે સિંહના દર્શન થઈ જતાં હોય છે. આ વિસ્તારના લોકો પણ વનરાજોને છંછેડતા નથી. અને વન વિભાગ દ્વારા પણ અવાર-નવાર સિંહોનું લોકેશન મેળવીને તેની સુરક્ષા માટે દેખરેખ રાખવામાં આવતી હોય છે. ત્યારે સાવરકૂંડલાના ખડકાળ ગામ નજીક રેલવેના 52 નંબરના ફાટક નજીક મહુવા-બ્રાન્દ્રા ટ્રેનની અડફેટે આવી જતાં એક સિંહણનું મોત નિપજ્યું હતુ. આ બનાવની જાણ થતાં વન વિભાગના અધિકારીઓ દોડી ગયા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ અમરેલી જિલ્લામાં સાવજો માટે રેલવે ટ્રેક કાળમુખો બની રહ્યો છે. વાંરવાર સાવજોના ટ્રેન હડફેટે અકસ્માતોની ઘટનાઓ વધી રહી છે. ત્યારે વધુ એક બનાવમાં સિંહણ મોતને ભેટી હતી. મોડી રાતે સાવરકુંડલા તાલુકાના ખડકાળા ગામ નજીક રેલવે ટ્રેક ઉપર મહુવા બાંદ્રા ટ્રેને  સિંહણને હડફેટે લેતા સિંહણને પીઠના ભાગે અને પગના ભાગે ગંભીર ઇજાઓ થતા મોત નીપજ્યું હતું. 52 નંબરના ફાટક પાસે ઘટના બનતા અડધો કલાક સુધી ટ્રેન ઉભી રહી હતી અને ત્યારબાદ સાવરકુંડલા રેન્જ વનવિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, વનવિભાગ દ્વારા સિંહણનો મૃતદેહનો કબજો લઈ તપાસ હાથ ધરી છે. પેસેન્જર ટ્રેન હોવાને કારણે અકસ્માત બાદ પેસેન્જરોમાં થોડીવાર ભયનો માહોલ છવાયો હતો. ઘટનાને લઈ સિંહપ્રેમીઓમાં પણ ઘેરાપ્રત્યાઘાતો પડ્યા હતા. વાંરવાર સિંહોના ટ્રેન અડફેટે મોત થવાના કારણે સિંહોના મોતની ઘટનાઓ સતત વધી રહી છે જેના કારણે સિંહોની સુરક્ષાને લઈ સૌથી મોટા સવાલો ઉઠી રહ્યા છે. સમગ્ર ઘટનાને લઈ ધારી ગીર પૂર્વ DCF રાજદીપ સિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, 3 થી 5 વર્ષની સિંહણનું ટ્રેન અડફેટે મોત થયું છે. મહુવા-બાંદ્રા ટ્રેન સાથે અકસ્માત થયો હતો. અહીં સિંહોના અકસ્માત ન થાય તે માટે રેલવે ટ્રેકરો પણ કામ કરી રહ્યા છે. (file photo)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code