ઈન્ડોનેશિયામાં જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 6.3ની તીવ્રતા નોંધાઈ
દિલ્હી: ઈન્ડોનેશિયાના પૂર્વી પ્રાંત માલુકુમાં શુક્રવારે રાત્રે શક્તિશાળી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ઇન્ડોનેશિયાની હવામાનશાસ્ત્ર, આબોહવા અને ભૂ-ભૌતિક એજન્સી અનુસાર, સ્થાનિક સમય અનુસાર 21.59 વાગ્યે આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.3 માપવામાં આવી હતી.
ભૂકંપનું કેન્દ્ર તનિમબાર આઇલેન્ડ રીજન્સીથી 169 કિલોમીટર ઉત્તર-પશ્ચિમમાં દરિયાની સપાટીથી 177 કિલોમીટર નીચે હતું. એજન્સીએ કહ્યું કે ભૂકંપના કારણે સુનામીની કોઈ શક્યતા નથી અને તેના સંબંધમાં કોઈ એલર્ટ જારી કરવામાં આવ્યું નથી.
અગાઉ 8 સપ્ટેમ્બરે આવેલા શક્તિશાળી ભૂકંપને કારણે લગભગ 3 હજાર લોકોએ જીવ ગુમાવ્યા હતા. ભૂકંપનું કેન્દ્ર એટલાસ પર્વતની અંદર હતું. આ પર્વતોની રચના યુરેશિયન પ્લેટ દ્વારા ન્યુબિયન પ્લેટને ધકેલવામાં આવી હતી. એટલાસ પર્વતો મોરોક્કો, અલ્જેરિયા અને ટ્યુનિશિયામાં ફેલાયેલા છે. ભૂકંપનું કેન્દ્ર આ પર્વતોની નીચે હતું. મોરોક્કોમાં 1994, 2004 અને 2016માં 6 અને 6.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
હજુ બુધવારે જ ન્યુઝીલેન્ડમાં ભૂકંપના આંચકા અનુભવાય હતા.જેની તીવ્રતા 5.6 હતી. ભૂકંપના આંચકાથી લોકો પોતપોતાના ઘરની બહાર દોડી ગયા.વહેલી સવારે આવેલા આ તીવ્રતાના ભૂકંપના કારણે લોકો ભયભીત થઈ ગયા હતા. જો કે, હાલમાં કોઈ જાનહાનિ કે જાનમાલને મોટું નુકસાન થયાના સમાચાર ન હતા. યુએસ જિયોલોજિકલ સર્વે અનુસાર, ક્રાઈસ્ટચર્ચથી લગભગ 124 કિલોમીટર પશ્ચિમમાં આવેલા સેન્ટ્રલ સાઉથ આઈલેન્ડમાં ભૂકંપ આવ્યો હતો અને તેનું કેન્દ્રબિંદુ ભૂગર્ભમાં 11 કિલોમીટરની ઊંડાઈએ હતું.
જાણકારો મુજબ જમીનના અંદરના ભાગમાં આવેલા પ્લેટની જે હલન ચલન થાય છે અથવા તેના પર આવતા દબાણના કારણે ભૂકંપ આવ્યો હોય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. લોકો દ્વારા હાલ સતર્કતા અને સલામતી દાખવવામાં આવી રહી છે .જેના કારણે જાનહાનિ થઈ રહી નથી.અચાનક આવતા ભૂકંપના કારણે લોકોમાં પરેશાની પણ વધારે જોવા મળી રહી છે.