1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. હિંમતનગર બાયપાસ હાઈવે ઈલોલ ચાર રસ્તા પર સર્કલ નહીં બનાવાતા સ્થાનિકોએ કર્યો ચક્કાજામ
હિંમતનગર બાયપાસ હાઈવે ઈલોલ ચાર રસ્તા પર સર્કલ નહીં બનાવાતા સ્થાનિકોએ કર્યો ચક્કાજામ

હિંમતનગર બાયપાસ હાઈવે ઈલોલ ચાર રસ્તા પર સર્કલ નહીં બનાવાતા સ્થાનિકોએ કર્યો ચક્કાજામ

0
Social Share

હિંમતનગરઃ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરથી મોતીપુરાથી ઇડર અને વિજાપુર જવા માટેનો બાયપાસ બનાવવામાં આવેલો છે. જેનું હાલમાં ફોરલેનમાં રૂપાંતર કરવામાં આવી રહ્યું છે. ત્યારે ફોરલેન રોડ પર પાણપુર-ઇલોલ ચાર રસ્તે વારંવાર અકસ્માતની ઘટનાઓને લઈને રવિવારે સ્થાનિક લોકોએ સર્કલ બનાવવાની માગને લઈને ચક્કાજામ કર્યું હતું. હિંમતનગર ગ્રામ્ય પોલીસે આવી વાતચીત કર્યા બાદ અડધો કલાક બાદ ચક્કાજામ ખૂલ્લું થયું હતું.

હિંમતનગર શહેરના બાયપાસ રોડને હાલમાં ફોર લાઈન કરવામાં આવી રહ્યો છે. આ પહેલા આ માર્ગ પર ઈલોલ ચોકડી પર અકસ્માતો સર્જાતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. સ્થાનિકો દ્વારા ઈલોલ-પાણપુર ચોકડી પર અકસ્માતો સર્જાતા હોવાને લઈ અવારનવાર રજૂઆતો કર્યા બાદ હવે ફોરલેન માર્ગમાં અકસ્માતને લઈ નિરાકરણ લાવવા માટે માંગ કરવામાં આવી છે. સ્થાનિકોએ અહીં સર્કલ બનાવવા અથવા તો રોડ એન્જિનિયરીંગમાં સુધારો કરવાની માંગ કરી છે. અકસ્માતમાં ઘટાડો થાય એ રીતે અહીં યોગ્ય નિરાકરણ લાવવા માટે સ્થાનિકોએ રોષ ઠાલવતા રોડ પર ચક્કાજામ કર્યો હતો.

ઈલોલ ચોકડી આજુબાજુના સ્થાનિક લોકો દ્વારા રોડ પર વાહનોની આડશો ઉભી કરી દઈને રોડને બ્લોક કરી દઈ બાયપાસ માર્ગ પર ચક્કાજામ કરીને વિરોધ કર્યો હતો. આથી માર્ગ પર વાહનોની લાંબી કતારો જામી હતી. જેને લઈ સ્થાનિક હિંમતનગર રુરલ પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને ચક્કાજામ કરનારાઓને રોડ પરથી દૂર કરીને માર્ગને પૂર્વવત કરવામાં આવ્યો હતો. હાલમાં ફોરલેન બાયપાસ થતા અકસ્માતોનુ પ્રમાણ ઘટવા સાથે ઝડપી અને સલામત વાહનવ્યવહાર થવાની આશા છે. આ સાથે જ હાઈવે પર ડીવાઈડર યોગ્ય રીતે તૈયાર કરવામાં આવતા રોડ ક્રોસ કરવામાં બેદરકારી દાખવતા લોકોથી મુશ્કેલીમાં મુકાતા વાહનચાલકોને પણ સલામત વાહન હંકારવાની રાહત મળશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code