ઉત્તરાખંડ: ઉત્તરકાશીમાં ભૂકંપના આંચકા અનુભવાયા,જાણો કેટલી નોંધાઈ તીવ્રતા
- ઉત્તરાખંડમાં ભૂકંપના આંચકા
- રિક્ટર સ્કેલ પર 3 ની તીવ્રતા નોંધાઈ
- કોઈ જાનહાનિ કે નુકસાનીના સમાચાર નહીં
દહેરાદૂન: ઉત્તરાખંડમાં આજે ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3 નોંધાઈ હતી. જોકે,આ ભૂકંપના કારણે કોઈ જાનહાનિ કે નુકસાનીના સમાચાર સામે આવ્યા નથી.
પ્રાપ્ત માહિતી મુજબ ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં આજે ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. જેની તીવ્રતા 3 નોંધાઈ હતી. અત્યાર સુધી કોઈ નુકશાની કે જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. આંચકાએ સ્થાનિક રહેવાસીઓમાં ભય પેદા કર્યો હતો, પરંતુ વિભાગોએ ખાતરી આપી હતી કે તેઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. વિભાગોએ પણ લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે.
આ પહેલા ઈન્ડોનેશિયાના પૂર્વી પ્રાંત માલુકુમાં શુક્રવારે રાત્રે શક્તિશાળી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ઇન્ડોનેશિયાની હવામાનશાસ્ત્ર,આબોહવા અને ભૂ-ભૌતિક એજન્સી અનુસાર, સ્થાનિક સમય અનુસાર 21.59 વાગ્યે આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.3 માપવામાં આવી હતી.
જાણકારો મુજબ જમીનના અંદરના ભાગમાં આવેલા પ્લેટની જે હલન ચલન થાય છે અથવા તેના પર આવતા દબાણના કારણે ભૂકંપ આવ્યો હોય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. લોકો દ્વારા હાલ સતર્કતા અને સલામતી દાખવવામાં આવી રહી છે .જેના કારણે જાનહાનિ થઈ રહી નથી.અચાનક આવતા ભૂકંપના કારણે લોકોમાં પરેશાની પણ વધારે જોવા મળી રહી છે.