એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓ ઝળક્યાં, 2 ગોલ્ડ સહિત કુલ 11 મેડલ મેળ્યાં
નવી દિલ્હીઃ ભારતીય ટુકડીએ એશિયન ગેમ્સ 2023ની હાંગઝોઉમાં ભવ્ય શરૂઆત કરી છે. ભારતે તેનો પહેલો મેડલ 24 સપ્ટેમ્બરે જીત્યો હતો અને ત્યારથી જીતનો સિલસિલો જારી રહ્યો છે. 2018 એશિયન ગેમ્સમાં, ભારતીય ટુકડીએ 570 સભ્યોની મજબૂત ટુકડીમાંથી 80 મેડલ મેળવીને એશિયન ગેમ્સમાં સૌથી વધુ મેડલ મેળવવાનો રેકોર્ડ બનાવ્યો હતો. હવે આ એડિશનમાં, ભારતીય ટીમ 100 થી વધુ મેડલના લક્ષ્ય સાથે તેના અગાઉના સર્વશ્રેષ્ઠ દેખાવને પાર કરવાની આશા રાખે છે. મહિલા શૂટિંગ ટીમે 24 સપ્ટેમ્બરે હાંગઝોઉમાં ભારત માટે મેડલનું ખાતું ખોલ્યું હતું. ભારતીય ટીમોએ એશિયન ગેમ્સમાં ચાલુ વર્ષે બે ગોલ્ડ, 3 સિલ્વર અને છ બ્રોન્સ સાથે કુલ 10 મેડલ જીત્યાં હતા. ભારતમાં મેડલ લીસ્ટમાં હાલ પાંચમાં ક્રમે છે. પ્રથમ ક્રમ ઉપર ચીન, બીજા ઉપર દક્ષિણ કોરિયા અને ત્રીજા નંબર ઉપર જાપાન છે.
એશિયન ગેમ્સ 2023: મેડલ ટેબલ
ક્રમ દેશ ગોલ્ડ સિલ્વર બ્રોન્ઝ કુલ
1 ચીન 32 13 5 50
2 દક્ષિણ કોરિયા 6 7 9 22
3 ઉઝબેકિસ્તાન 4 4 3 11
4 જાપાન 3 12 8 23
5 હોંગકોંગ 2 3 6 11
5 ભારત 2 3 6 11
એશિયન ગેમ્સમાં વિવિધ રમતોમાં ભારતીય ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહ્યાં છે. જેથી મેડલની સંખ્યામાં હજુ વધારો થવાની આશા વ્યક્ત થઈ રહી છે, એટલું જ નહીં ભારતીય ખેલાડીઓ પણ વિવિધ રમતોમાં મેડલ જીતીને તિરંગો લહેરાવે તેવી દેશની જનતા પણ આશા રાખી રહ્યાં છે.