મુંબઈ:એશિયન ગેમ્સના ચોથા દિવસે ભારતીય ખેલાડીઓએ જોરદાર પ્રદર્શન કર્યું. બુધવારે ભારતે 2 ગોલ્ડ મેડલ જીત્યા હતા. પણ આજે હવે એશિયન ગેમ્સના પાંચમાં દિવસે ભારતના ખાતામાં પ્રથમ ગોલ્ડ મેડલ આવ્યો છે.
ભારતને શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતે પુરુષોની 10 મીટર એર પિસ્તોલ ટીમ ગોલ્ડ મેડલ જીત્યો છે. સરબજોત સિંઘ, શિવા નરવાલ અને અર્જુન સિંહ ચીમાની ભારતીય ત્રિપુટીએ કુલ 1734નો સ્કોર પૂરો કર્યો અને ટીમ ગોલ્ડ માટે ચીનને એક પોઇન્ટથી હાર આપી છે.
વિયેતનામ 1730 પોઈન્ટ સાથે સાથે બ્રોન્ઝ જીત્યો
સરબજોત (580) અને અર્જુન (578) અનુક્રમે 5મું અને 8મું સ્થાન ધરાવે છે અને આજે IST સવારે 9 વાગ્યે યોજાનારી વ્યક્તિગત ફાઈનલ માટે ક્વોલિફાય છે. શિવ (576) 14મા ક્રમે છે.
🥇GOLD STRIKE at #AsianGames2022!
🇮🇳's Men's 10m Air Pistol Team – Sarabjot Singh, Shiva Narwal, and Arjun Singh Cheema – clinches GOLD! 🇮🇳🏆 adding to India's stellar shooting success at the games. 🌟👏
Many Congratulations to the amazing trio🔥⚡#Cheer4India#JeetegaBharat… pic.twitter.com/cBkmJigM5B
— SAI Media (@Media_SAI) September 28, 2023
એશિયન ગેમ્સના ચોથા દિવસે ભારતીય ખેલાડીઓએ જોરદાર પ્રદર્શન કર્યું. બુધવારે ભારતે 2 ગોલ્ડ મેડલ જીત્યા હતા. અત્યાર સુધીમાં 2 ગોલ્ડ મેડલ સિવાય ભારતીય ટીમે 3 સિલ્વર અને 3 બ્રોન્ઝ જીત્યા છે. આ રીતે ભારતના મેડલની સંખ્યા 22 પર પહોંચી ગઈ છે. એશિયન ગેમ્સના ચોથા દિવસે ભારતીય શૂટર્સની ચમક જોવા મળી હતી. જોકે મેડલ ટેલીમાં ચીન હજુ પણ નંબર વન પર યથાવત છે. અત્યાર સુધીમાં ચીને 140 મેડલ જીત્યા છે જેમાં 76 ગોલ્ડ મેડલનો સમાવેશ થાય છે.