MBA અને MCAમાં પ્રવેશના ત્રણ રાઉન્ડ બાદ ખાલી રહેલી બેઠકો પર પ્રવેશનો ચોથા રાઉન્ડ શરૂ
અમદાવાદઃ ગુજરાતમાં એક સમયે એમબીએ અને એમસીએમાં પ્રવેશનો સૌથા વધુ ક્રેઝ જોવા મળતો હતો. હવે એમાં ઓટ આવતી હોય એવું લાગી રહ્યું છે. કારણ કે એમબીએ અને એમસીએમાં પ્રવેશના ત્રણ રાઉન્ડ બાદ પણ બેઠકો ખાલી રહેતા હવે પ્રવેશનો ચોથો રાઉન્ડ 30મી સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવ્યો છે. જે 7મી સપ્ટેમ્બર સુધી ચાલશે.
પ્રવેશ સમિતિના સૂત્રોના જણાવ્યા મુજબ એમબીએ અને એમસીએ તથા એમ.ફાર્મમાં એડમિશન પ્રક્રિયાનો ત્રણ રાઉન્ડ પૂર્ણ થયા છે છતાં બેઠક ખાલી છે, જેથી એડમિશન કમિટી દ્વારા ચોથો રાઉન્ડ શરૂ 30મી સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવ્યો છે. MBA – MCAમાં ચોથો રાઉન્ડ ઑફલાઈન છે. જ્યારે એમ.ફાર્મમાં ઓનલાઇન પ્રવેશ અપાશે. જેમાં વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરાવી પ્રવેશ મેળવી શકશે. એબીએ અને એમસીએમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ 30 સપ્ટેમ્બરથી 7 ઓકટોબરે સુધી પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લઈ શકશે. સરકારી અને ગ્રાન્ટેડ કોલેજમાં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.4 ઓકટોબરે મેરીટ લીસ્ટ જાહેર થશે.6 ઓકટોબરે ડોક્યુમેન્ટ સાથે એડમિશન કમિટી ખાતે વિદ્યાર્થીઓએ હાજર રહેવાનું રહેશે. જ્યારે એમ.ફાર્મમાં ખાલી બેઠકો વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે. 3 અને 4 ઓકટોબરે વિદ્યાર્થીઓએ ઓનલાઇન સંમિત આપવાની રહેશે. 6 ઓકટોબરે વિદ્યાર્થીઓનું મેરીટ જાહેર કરવામાં આવશે. 7 ઓકટોબર સુધી વિદ્યાર્થીઓએ ઓનલાઇન ફી ભરીને એડમિશન લેટર ડાઉનલોડ કરીને પ્રવેશ કન્ફોર્મ કરાવવાનું રહેશે.
સૂત્રોએ ઉમેર્યું હતું. કે, એમબીએ અને એમસીએમાં પ્રવેશના ત્રણ રાઉન્ડ બાદ મોટાભાગની જગ્યાઓ ખાનગી કોલેજોમાં ખાલી રહી છે. એમસીએ કરતા એમબીએમાં બેઠકો વધુ ખાલી રહી છે. જો કે ગત વર્ષે પણ આવી જ સ્થિતિ જોવા મળી હતી.