પીએમ મોદીનું છત્તીસગઢમાં સંબોધન ,કહ્યું ‘અહીં માત્ર પોસ્ટરોમાં દેખાઈ છે વિકાસ’
દિલ્હીઃ- પ્રઘાનમંત્રી નરેન્દ્ર મોદી આજરોજ મંગળવારે છત્તીસગઢમાં અનેક પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું હતું. આ સાથે જગદલપુરમાં એક રેલીને સંબોધિત કરતા પીએમ મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા.
પ્રાપ્ત માહિતી પ્રમાણે પીએમ મોદીએ રેલીને સંબોઘિત કરતા કહ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં કોંગ્રેસ દ્વારા છત્તીસગઢની જે હાલત થઈ છે તે આખો દેશ જોઈ રહ્યો છે. ચારેબાજુ ભ્રષ્ટાચાર વ્યાપ્યોજોવા મળી રહ્યો, ગુનાખોરી ચરમસીમાએ છે, છત્તીસગઢ હત્યાના મામલામાં અગ્રેસર રાજ્યોમાં પહોંચી ગયું છે. તેઓ લોકોની આંખમાં ધૂળ નાંખવાનું કાર્ય કરી રહ્યા છે અને ભ્રષ્ટાચાર કરે છે. કોંગ્રેસે કૌભાંડી સરકાર આપી છે. એટલે આજે રાજ્યના ખૂણેખૂણેથી એક જ અવાજ આવી રહ્યો છે.
એટલું જ નહી પીએમ મોદીએ વઘુમાં એમ પણ કહ્યું કે અહી માત્ર વિકાસ પોસ્ટર અને બેનરોમાં જ જોવા મળે છે,અથવા તે કોંગ્રેસના નેતાઓની તિજોરીમાં જોવા મળે છે. કોંગ્રેસે છત્તીસગઢને માત્ર ખોટા પ્રચાર અને કૌભાંડની સરકાર આપી છે. તેથી જ આજે છત્તીસગઢના ખૂણે-ખૂણેથી એક જ અવાજ આવી રહ્યો છે, જુઠા પ્રચારો અને ઘોટાળાબાજ સરકાર.
આ સાથે જ પીએમ મોદીએ પોતાના સંબોઘનમાં આગળ કહ્યું કે ગ્રેસની સરખામણીમાં ભાજપ સરકાર આદિવાસી સમાજ માટે 5 ગણું વધુ બજેટ આપે છે. જો તેઓ 1 રૂપિયા આપે તો અમે 5 રૂપિયા આપીએ અને જો તેઓ 100 રૂપિયા આપે તો અમે 500 રૂપિયા આપીએ. ભાજપની સરકાર હતી, જેણે કેન્દ્રમાં અલગ આદિવાસી મંત્રાલય બનાવ્યું અને બજેટ બનાવ્યું. જ્યારે કોંગ્રેસે પણ દાયકાઓ સુધી બસ્તરની અવગણના કરી અને તમારા લોકોની પરવા નથી કરી.