1. Home
  2. ગુજરાતી
  3. પરિવાર સાથે બહાર જવાનો પ્લાન બનાવી રહ્યા છો? તો આ જગ્યા છે બેસ્ટ
પરિવાર સાથે બહાર જવાનો પ્લાન બનાવી રહ્યા છો? તો આ જગ્યા છે બેસ્ટ

પરિવાર સાથે બહાર જવાનો પ્લાન બનાવી રહ્યા છો? તો આ જગ્યા છે બેસ્ટ

0
Social Share

લોકો જ્યારે પણ ફરવા જવાનો પ્લાન કરે ત્યારે તેમના મનમાં અનેક પ્રકારના વિચાર આવતા હોય છે, કારણ કે કેટલીક જગ્યાઓ એવી પણ હોય છે કે જ્યાં પરિવાર સાથે ફરી શકાય નહી, જેમ કે પહાડી વિસ્તારોમાં સામાન્ય રીતે પરિવાર સાથે ફરવુ મુશ્કેલીભર્યુ હોય છે, જંગલ વિસ્તારોમાં પણ જ્યારે પરિવાર સાથે ફરવા જવાની વાત આવે ત્યારે બે વિચાર કરવો પડે છે, પણ જો તમે આ જગ્યા વિશે વિચારશો તો કોઈ ચીંતા કરવાની જરૂર નથી.

દુબઈ એક ઉત્તમ શોપિંગ ડેસ્ટિનેશન છે. અહીં માત્ર એક-બે નહીં પણ અનેક મોલ છે, પરંતુ સૌથી પ્રખ્યાત દુબઈ મોલ છે. આવો મોલ તમે ભાગ્યે જ જોયો હશે. તમે દુબઈ મોલથી બાળકો સાથે દુબઈની તમારી સફર શરૂ કરી શકો છો. જો કે આ મોલની સંપૂર્ણ મુલાકાત લેવા માટે ઓછામાં ઓછો એક દિવસ લાગે છે.

બુર્જ ખલીફા જવાનો માર્ગ દુબઈ મોલથી જ જાય છે. તો પહેલા બુર્જ ખલીફાની મુલાકાત લો, પછી મોલમાં આવેલા એક્વેરિયમની મુલાકાત લો અને પછી મોલમાં શોપિંગની સાથે ખાણી-પીણીની મજા માણો. અહીં ખાવાના ઘણા સ્થળો છે, જ્યાં તમે ભારત અને વિદેશના સ્વાદનો આનંદ માણી શકો છો.

અંદાજે 22,500 ચોરસ મીટરમાં બનેલા આ સ્થળ માત્ર સાહસ પ્રેમીઓ માટે જ સ્વર્ગ નથી, બાળકોના આનંદ માટે ઘણા બધા વિકલ્પો પણ છે. તેથી અહીં આવીને સ્કી કરવાની તક ગુમાવશો નહીં. જ્યાં સંપૂર્ણ સલામતી સાથે સ્કી કરવાની તક છે અને જો તમે સ્કી કરવા માંગતા ન હોવ તો તમે સ્નો પાર્કમાં ફરવાની મજા માણી શકો છો. સાંજે પેંગ્વીનનો શો પણ હોય છે, જે અહીંનું ખૂબ જ ખાસ આકર્ષણ છે, તેથી તેનો અનુભવ કરવાની તક ગુમાવશો નહીં.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code